________________
આ દુ:ખમાંથી સુખનો સૂરજ ઉગશે. તારા મન પર હળનાં ચાસ પડ્યાં છે. તેથી જ મન કોળી ઊઠશે. સંસારની સર્વ યાતનામાંથી તું મુક્ત થઈશ.”
‘તું અહીં આવ્યો જ છે તો રહી જા, જુવાન, તું ભલે આવ્યો. અહીં તું તારી જાતને ઓળખી શકીશ. હું તને માર્ગ બતાવીશ પણ તારે એ માર્ગે ચાલવું પડશે. તારો પંથ તારે ખોળવો પડશે.'
‘આપની કૃપાથી હું એ પંથને ઢુંઢીશ.'
પિતાની રજા લઈને રૂપ પાલીતાણા રહી ગયો.
રૂપ જુદાજુદા આશ્રમમાં રહ્યો હતો. હવે એ ઉપાશ્રયમાં જૈન સાધુના સંગમાં રહેવા લાગ્યો.
કોઈપણ માર્ગે, કોઈ પણ ધર્મદ્વારા જ્ઞાન મેળવીને રૂપ પોતાની જાતને જીતવા ઈચ્છતો હતો.
એ મુક્તિ ઈચ્છતો હતો.
ગુરૂ કહેતા, ધીરજ ધરજે. ઉતાવળથી કોઈ અર્થ સરશે નહિ. ભગવાન મહાવીરે બાર વરસ અને છ મહિના તપ કર્યું હતું. ત્યારે તેમને પંથ જડ્યો હતો.'
ગુરૂ રૂપ તરફ ખાસ ધ્યાન આપતા હતા. તેઓ એને સતત પ્રવૃત્તિમાં રાખતા હતા.
રૂપ પાલીતાણા પહોંચ્યો ત્યારે ત્યાં આગમ મંદિર બંધાતું હતું. પ્રભુના ઉપદેશને આરસપહાણ પર કોતરવામાં આવતો હતો. કામ ધમધોકાર ચાલતું હતું.
ગુરૂએ રૂપને આગમ મંદિરનાં કામકાજમાં રોકી લીધો. કામ પૂરજોસમાં ચાલતું હતું. અનેક પ્રકારના કામ હતા. રૂપ એ કામમાં રચ્યોપચ્યો રહેતો.
કોઈવાર દિલમાં ધરબાયેલું દુ:ખ ચહેરા પર આવી જતું પણ પ્રવૃત્તિને લીધે એ દુ:ખ તરત અલોપ થતું.
રૂપને આગમો વાંચવાની ઈચ્છા થતી. એ ગ્રંથોનો અભ્યાસ
શાન્નિપથનો યાત્રી : સ્વપ્ન દ્રષ્ટા ચિત્રભાનુ
For Private & Personal Use Only
૨૬
Jain Education International
www.jainelibrary.org