SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ હંસાનો સંદેશ એ શાશ્વત જ્ઞાન છે તેઓ આવ્યા અને ચોમાસાના ચાર મહિના થાણાના ઉપાશ્રયમાં રહ્યાં. થાણામાં ભક્તોએ એમને પ્રેમથી આવકાર્યા અને પ્રેમથી રાખ્યાં. થાણાનો ઉપાશ્રય શાંત છે. ત્યાં સવાર સાંજ થોડો ટ્રાફીક હોય છે. બીજા સમયમાં અખંડ શાંતિનો અનુભવ કરી શકાય છે. મુનિનું મન સ્થિર અને શાંત હતું. સ્થિર અને શાંત પાણીના તળિયે શું છે એ જોઈ શકાય મુનિને આ ચોમાસાની ઋતુમાં અંતરમાં ડોકીયું કરવાની તક મળી. એમણે એમના ભૂતકાળના જીવન પર નજર કરી. એમને લાગ્યું કે, “જો દરેક કાળના ચોકઠાને ગોઠવું, જો મારા જીવન અને કાર્યને એક સાથે જોઉં તો જ હું પૂર્ણ બનું છું.' “એમને લાગ્યું કે મે જે કાર્ય ઉપાડ્યું છે એ કાર્ય પ્રતિ લગાવ, એ કાર્ય પ્રતિ ખરા હૃદયનો સ્નેહ તો પહેલેથી જ હતો. મારા સમગ્ર અસ્તિત્વમાં એની હાજરી હતી. એ હાજરી હવે કાર્યરત બની છે.” હું શાંતિ માટે કાર્ય કરીશ. હું શાંતિનો સંદેશ આપવા માટે જન્મ્યો છું. હવેથી મારું જીવન અને મારું સમગ્ર અસ્તિત્વ માનવજાતની શાંતિ માટે હોવું જોઈએ, જ્યાં અશાંતિ કે ઝઘડો હોય ત્યાંથી મારે દૂર ચાલ્યા જવું જોઈએ.' અથવા અશાંતિની જગ્યાએ શાંતિ સ્થાપવી જોઈએ. ઝઘડો હોય ત્યાં સુલેહ કરાવવી જોઈએ. શાનિપથનો યાત્રી : સ્વપ્ન દ્રષ્ટા ચિત્રભાનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001805
Book TitleShantipathno Yatri Swapnadrushta Chitrabhanu
Original Sutra AuthorN/A
AuthorClare Rosenfield
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year
Total Pages98
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy