________________
-
-
વાતવાતમાં શાળા જીવન પુરૂ થયું.
રૂપને કોલેજમાં જવાની ઈચ્છા ન હતી કારણ કે પિતાને છોડવા ન હતા... વળી એકલતા અને એકાંતનો સામનો કરવાની ઈચ્છા ન હતી. પણ પિતાએ એને ધકેલ્યો.
રૂપ બેંગલોર આવ્યો.
આ લીલાછમ નગરની સુંદરતાથી એના શરીરમાં અમૃતગંગા વહેતી હતી.
એક દિવસ એ શ્રવણબેલગોલા ગયો. ટેકરી ચડીને બાહુબલીની મૂર્તિ સમક્ષ ઊભો રહ્યો. એ સુંદર, બલિષ્ટ અને ઉન્નત મૂર્તિ પાસે ઊભો હતો, એ અદ્દભુત શિલ્પમાંથી જાણે સંદેશ આવી રહ્યો હતો, ‘બળવાન બન” તું તારામાં રહેલા દુશ્મનો અને નબળાઈઓને જીતવા પ્રયત્ન કર !'
તપસ્વી બાહુબલીનો સંદેશ રૂપના અંતરમાં ઉતરી ગયો.
સમય અતિ ઝડપે વીતે છે. કોલેજ જીવન પુરું થયું. રૂપ સાઈકૉલોજી સાથે બી.એ. થયો. અને ડીગ્રી મળી અને કોલેજમાંથી જડી એક ગાઢ સખી.
આ સખીનું નામ ઉષા હતું. - એ ઘરે આવી ગયો પછી કર્મ અને મોક્ષ વિશે બહુ વિચાર આવતા હતા. એ માનવા લાગ્યો હતો કે જે બન્યું છે અને જે બને છે એ કર્મના ફળ છે. કર્મનું ફળ સૌ કોઈએ ભોગવવું પડે છે.
રૂપ સખત બીમાર પડયો. તાવ ઉતરતો ન હતો. આ બીમારી વખતે ઉષા ચોવીસ કલાક રૂપની સેવામાં હાજર હતી.
તાવમાં એક વાર મન વિચિત્ર અનુભવમાંથી પસાર થવા લાગ્યું અને એક સ્વપ્ન દેખાવા લાગ્યું. પોતે સોના-ચાંદીનો મોટો વેપારી છે. ધીરે ધીરે એને ઘરેણાંઓ તરફ નફરત થવા લાગી. એ ઘરેણા સાપ બની ગયાં અને એની નજર સામે સરકવા લાગ્યાં.
વળી એને સખત ભૂખ લાગી. એ એકલો અનેક માનવીનો
-
----
---
--
--
-
-
---
-
-
-
----
-
-
-
૧ ૨
શાન્તિપથનો યાત્રી : સ્વપ્ન દ્રષ્ટા ચિત્રભાનુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org