________________
નવા યુગના એંધાણ તેઓ પારખી શક્યા નથી
૧૦
એમનું વિચારચક્ર અને મનોમંથન ચાલતું હતું. લાગતું હતું કે પોતાનું સપનું સાકાર થઈ રહ્યું છે. પરદેશ જવા મન ઉછળવા લાગ્યું. સાગરની પેલે પાર સત્ય અને અહિંસાનો મહાવીર સંદેશ પહોંચાડવો હતો. સ્વધર્મનું જ્ઞાન ગોરાઓને આપવું હતું.
અહિંસાનો પ્રચાર કરી હિંસાથી ત્રસ્ત સમાજના મનને શાંતિ આપવી હતી.
ચિત્રભાનુજીએ દરિયો ખેડવાનો નિર્ણય કર્યો એ સમાચાર જાહેર થયાં.
એક સાંજે થોડાક વૃદ્ધ હિતેચ્છુઓ અને સ્નેહાળ ભક્તો મળવા આવ્યા. આ ભકતો મુનિના વ્યાખ્યાનમાં નિયમિત આવતા હતા. તેથી મુનિ તરફ અનન્ય ભાવ હતો, કુણી લાગણી હતી. ‘આવો,કેમ, મજામાં છો ને ?' આટલે મોડેથી કેમ આવ્યાં છો, કુશળ છો ને ?' મુનિએ ભક્તોને આવકાર્યા.
‘અમે તમારા તરફ આદરને લીધે એક નમ્ર વિનંતી કરવા આવ્યા છીએ. તમને સલાહ આપવાનો અમને અધિકાર નથી છતાં ય અમે અનાધિકાર ચેષ્ટા કરી રહ્યા છીએ.’
‘અરે મારા ભાઈઓ, તમારે જે કહેવું હોય તે દિલ ખોલીને કહો. મને ખરાબ લાગશે નહિ.'
‘અમને તમારી તરફ ઉડી, સ્નેહભરી લાગણી છે. અને તમારા જ્ઞાનથી પ્રભાવિત થયા છીએ. આજે તમારા ભક્ત તરીકે આવ્યા છીએ.’
‘તમારી મમતા માટે મને માન છે'
શાન્નિપથનો યાત્રી : સ્વપ્ન દ્રષ્ટા ચિત્રભાનુ
Jain Education International
For Private & Personal Use Only
૬૭
www.jainelibrary.org