________________
-
પણ રૂઢિચુસ્ત લોકો બીરલા ક્રિડા કેન્દ્ર બહાર ઉભા રહીને રાડબૂમ કરતા હતા. તેઓ મુનિને પરદેશ જવા દેવા ઈચ્છતા ન હતા.
‘પરદેશમાં ધર્મ ધજા ફરકાવજે.' એક વર્ગ કહેતો હતો. બીજો વર્ગ ઈચ્છતો હતો, એવું અમે કદી થવા દઈશું નહીં.'
શાંતિ હતી. સંઘર્ષ હતો, કોધની અવિર્ષ હતી. સ્પીકરે વધુ પોલીસ બોલાવી.
ચિત્રભાનુજીએ કહ્યું કે હું મારો વિરોધ કરનારને મળવા ઈચ્છું છું. હું એમની સામે જવા ઈચ્છું છું.'
ટોળામાં હોય ત્યારે માનવી કેવો પાગલ બને છે એ પોલીસ સારી રીતે જાણતી હતી. પોલિસ કમિશનરે મુનિને રોક્યા.
મુનિ બોલ્યા જે દિવસે તેઓ જાણશે કે મેં પરદેશમાં મહાવીર વાણી સંભળાવીને ધર્મ ધ્વજા ફરકાવી એ દિવસે હું એમના સ્વપ્નમાં આવીશ. તેઓ પસ્તાવો કરશે અને મને સ્વીકારશે.”
પોલીસ ઘર્ષણ થવા દેવા ઈચ્છતી ન હતી તેથી મુનિને પોલિસવાનમાં બેસાડીને બીજે માર્ગેથી બહાર લઈ ગયા. વિમાનઘર પર રાત્રે એક વાગે જવાનું હતું. તેઓ એમના ભક્તના ઘરે ગયા.
મનમાં પ્રભુનું નામ હતું.
સમય થયો. મુનિ એમના સાથીઓ સાથે વિમાનઘર પહોંચ્યા. એમને પરદેશ જતા રોકવા માટે દસેક હજાર લોકો એમનું સ્વાગત કરવા હાજર હતા. આકાશ ચીરી નાખતું હોય તેવી ચીસો પાડતા હતા. ગુરુદેવ વિરુદ્ધ અપશબ્દો બોલતા હતા. કોઈ ધૃણા વ્યક્ત કરવા છાતી કુટતા હતા. મરણ પ્રસંગ હોય એમ પોક મૂકતા હતા.
મુનિ પોલીસ રક્ષણ નીચે વિમાનઘર સુધી પહોંચ્યા.
એક ભકતે કહ્યું “મુનિ સંતાપ કરશો નહિ. તમે શાંતિપૂર્વક તમારા માર્ગે આગળ વધજો અમે તમારી સાથે છીએ.'
મુનિએ કહ્યું “મને લેશમાત્ર સંતાપ નથી. આ મારા મિત્રો
૭૦
શાન્તિપથનો યાત્રી : સ્વપ્ન દ્રષ્ટા ચિત્રભાનુ For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International