________________
..
-
પગલું ભર્યું છે, નવા પંથે પ્રયાણ કર્યું છે તેમને હરહંમેશ વિરોધ થતો આવ્યો છે.'
ખરું કહું છું ભાઈ, જ્યારે હું મહાવીર વાણી દુનિયામાં વહેવડાવીશ ત્યારે તમે મારા નિર્ણયને વધાવશો. એક એવો દિવસ આવશે જ્યારે તમે, સૌ વિરોધ કરનારાઓ મને અભિનંદન આપશો આ મારું અભિમાન નથી. આ મારી શ્રદ્ધા છે.
મુનિનો દ્રઢ નિર્ણય જાણીને વૃદ્ધાત્માના મનમાં જે કડવાશ અને ક્રોધ હતો તેનું પ્રતિબિંબ એના ચહેરા પર પડયું મુનિએ એમને આશીર્વાદ આપ્યા, “ધર્મલાભ.'
પેલા ભાઈ ગયા પણ મુનિના મનમાં વલોણું ફરવા લાગ્યું. આ માનવી સીત્તેર વરસ સુધી સમાજ કહે એમ જીવતા આવ્યાં છે. સમાજ સામે આંખ ઉંચી કરી નથી. એમને હું કેમ સમજાવું કે સમાજ એના અંગ જેવા માનવીને ધોકા વડે ધોઈને, ધાણના ઘા ઝીંકીને, ટીંચીને, ટીપીને સપાટ બનાવી દે છે.
સમાજ માનવીને પોતાના માયલો એક બનાવવા ઈચ્છે છે. એના ધણમાંથી એકેય ઢોર છટકી ન જાય, એની ટોળીમાંથી એકેય વ્યક્તિ આગળ ન નીકળી જાય એનું ધ્યાન રાખે છે.
માનવીને રૂઢિના બંધનોની બેડી પહેરાવનાર સમાજ છે. હું એ યુગોના બંધન તોડીશ.
મુનિએ પરદેશ જવાનું નક્કી કર્યું. એમને વિદાય આપવા એક સમારંભ યોજાયો. આ સમારંભ બિરલા કિડા કેન્દ્રમાં રાખવામાં આવ્યો હતો. એ દિવસે મુખ્ય મહેમાન મહારાષ્ટ્ર રાજ્યના સ્પીકર ભારદે હતા.
એમણે કહ્યું, ચિત્રભાનુજી ભારતની આધ્યાત્મિક સમૃદ્ધિ પશ્ચિમમાં વહેંચવા માટે આપણા એલચી તરીકે જાય છે.”
ચિત્રભાનુજી સત્ય અને અહિંસાનો સંદેશ પહોંચાડવા જઈ રહ્યા હતા તેથી એક વર્ગ ઉત્સાહથી એમને વિદાય આપવા આવ્યો હતો.
શાન્તિપથનો યાત્રી : સ્વપ્ન દ્રષ્ટા ચિત્રભાનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org