________________
પ
પાસે આવ્યો ત્યાં ખાલી થઈ ગયો.
ચાલ્યો આવ,’ એની અંદરથી અવાજ ઉઠતો હતો, બધુ છોડીને મારી પાસે ચાલ્યો આવ.'
આવ, મારી પાસે આવ.
આ કોઈ અગમ અનુભવ થઈ રહ્યો હતો. કોઈ અગમ નિગમનો અવાજ સંભળાતો હતો.
મનમાં પડધા ઊઠતાં, ‘જીવન છે ત્યાગ અને સમર્પણનું પ્રતિક. જીવન એટલે સુગંધ ફેલાવતું ફૂલ, જીવન એટલે સળગીને સુવાસ ફેલાવતી અગરબત્તી.'
રૂપ સાજો થયો. નવા અનુભવોનું ભાથું લઈને એ નવજીવન પામ્યો હતો.
પાણ એની સ્મૃતિ ચાલી ગઈ હતી. મિત્રોને એ ઓળખી શકતો ન હતો. જીવન તરફ ઉદાસીન બની ગયો હતો.
આ કપરા કાળમાં ઉષાએ ઘણી જહેમત ઉઠાવી. એણે રૂપને બોલતો કરવા, એને સઘળી યાદ આપવા સતત પ્રયત્ન કર્યો અને થોડા દિવસો પછી રૂ૫ બોલતો થયો. એની સ્મૃતિ પાછી ફરી.
આ સમયે રૂપના હૃદયમાં પ્રેમનાં અંકુર ફૂટ્યા. ઉષાને એના હૃદયમાં સ્થાન મળ્યું. બન્નેનો પ્રેમ શુદ્ધ હતો. આ તો આત્માએ આત્માને ઓળખ્યો હતો.
પણ રૂપ કોઈ નવા માર્ગે જવા ઈચ્છતો હતો. એને સ્વતંત્ર બનવું હતું. દેશસેવા કરવી હતી. માનવ માત્રને ઉપયોગી બનવું હતું.
રૂપની આવી મનોદશા હતી ત્યારે ગાંધીજી રાજકીય તખ્તા પર આવ્યા.
ગાંધીજીના સંપર્કમાં આવ્યા પહેલાં રૂપ માનતો હતો કે આઝાદી મેળવવા હિંસા જરૂરી છે.
પણ એને જ્ઞાન થયું કે કોઈના જીવન પર ઘા કરવો વ્યર્થ છે. કોઈના ઘા રૂઝવવાનું કાર્ય સામર્થ્યવાન વ્યક્તિ જ કરી શકે છે.
૧૪
શાન્તિપથનો યાત્રી : સ્વપ્ન દ્રષ્ટા ચિત્રભાનું For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International