________________
આવી લાગણીનો પડઘો એને ગાંધીજીના આદર્શમાં સંભળાયો. એ કોંગ્રેસમાં જોડાયો અને જીલ્લા પ્રદેશ સમિતિમાં કામ કરવા લાગ્યો.
થોડા સમયમાં રૂપને ગાધીજીના પારદર્શક વ્યક્તિત્વનો પરિચય થયો. એણે અહિંસાને જીવન ધ્યેય બનાવ્યું.
સત્યાગ્રહમાં ભાગ લીધો અને સૈનિકોની બેયોનેટથી ઘવાયો અને હોસ્પિટલમાં પહોંચ્યો.
હૉસ્પિટલમાં પડયા પડયા એણે હિંસા અને અહિંસા વિશે વિચાર કર્યો, ચિંતન કર્યું અને ગાંધીજીના સાથમાં એને હિંસા અને અહિંસાનો સૂક્ષ્મભેદ બરાબર સમજાયો.
રૂપ સ્વાતંત્ર્યની ચળવળમાં જોડાયો હતો પણ બેંગ્લોરની યાદ આવતી હતી. ત્યાં કુટુંબીજનો હતાં અને ત્યાં હતી શ્રદ્ધા અને વિસ્મયથી પરિપૂર્ણ નેત્રથી સુધા વરસાવતી ઉષા. ઉષા અપૂર્વ પ્રેમભાવથી આવકારતી.
એક દિવસ તેઓ ઘોડા પર બેસીને ફરવા નીકળ્યાં. ફરતા ફરતા તેઓ દૂર દૂર સુધી પહોંચી ગયા. રસ્તામાં એક નદી આવી.
તેઓ અટક્યા. ઘોડાની લગામ ઢીલી કરી. ઘોડા પાણી પીવા
લાગ્યા.
રૂપ આ નદીનો ભવ્ય મનોહર કિનારો, સ્તબ્ધ સ્વચ્છ આકાશ અને હળવે હળવે વહેતું અમૃત જેવું જળ જેઈ રહ્યો.
ઉષા નીરખતી હતી એક કમનીય પુરૂષ. જોતાં જ ગમેલો એક સવિઘાર્થી.
ઉષા બોલી, ‘રૂપ, જે, સામે કેવાં સુંદર ફ્લો છે. આ ખીલેલાં ફૂલ પર નજર પડતાં જ મને વિચાર આવે છેકે મારું જીવન આ ફ્લુ જેવું મઘમઘતું બને. ફ્લનું જીવન ક્ષણિક છે તો ય ફૂલ જેવા પૂર્ણ બનવાની મારી ઈચ્છા છે.’
રૂપ ઘોડેથી ઉતર્યો. એણે શીતળ જળમાં ઝંપલાવ્યું અને ક્ષણમાં
શાન્નિપથનો યાત્રી : સ્વપ્ન દ્રષ્ટા ચિત્રભાનુ
Jain Education International
For Private & Personal Use Only
૧૫
www.jainelibrary.org