________________
સામે કિનારે પહોંચી ગયો.
ઉષા ધીરે ધીરે એની પાસે પહોંચી.
‘રૂપ, બોલવું છે તે બોલી શકાતું નથી પણ આજે કહ્યું છું કે તારા સાથ માટે, તારા સ્નેહ માટે હું સર્વ કંઈ કરવા તૈયાર છું.’ ઉષા બાળક જેવી નિર્દોષતાથી બોલી.
એ અટકી, નીચે જોઈ ગઈ.
રૂપના હોઠ ફફડવા લાગ્યા પણ એ બોલે તે પહેલાં ઉષા મૃદુ કંઠે બોલી. ‘હું તારા પ્રેમમાં ગળાબૂડ છું. મારું હૃદય ઉછળી, ઉછળીને તને પામવા ઈચ્છે છે.’
ઉષાનો સ્નેહ નીતરતો દેહ, મુખ પર સુંદરતાની મૃદુ છાયા અને વિશ્વને મોહ પમાડે એવું એનું હાસ્ય રૂપ માણી રહ્યો.
‘પ્રેમ છે. આત્માનું મિલન' રૂપ હળવેથી બોલ્યો. પૂર્ણતા પ્રાપ્ત કરવા એ કુદરતનો આદેશ છે. હું એ આદેશ અનુભવી રહ્યો છું. આપણે બન્ને આજથી એક છીએ.’
‘હું ફક્ત એટલું જ જાણું છું કે હું એકત્વ પામી છું.’ ‘આપણો જીવન પંથ આ નદીના કિનારા જેવો લીલોછમ
રાખીશું.'
પ્રેમનો એકરાર થયો. જીવનભર સાથે રહેવાનું સ્વપ્ન જોયું. બંનેએ જીવનસાથી બનવાનું નકકી કર્યું.
એકવાર રૂપ બેંગ્લોર આવ્યો. એને ખબર પડીકે ઉષા કલકત્તા ગઈ છે. એને ત્યાં સખત તાવ આવે છે.
રૂપને વિચાર આવ્યો કે કદાચ મેલેરિયા હશે. તોય એ કલકત્તા જવા તૈયાર થયો.
પિતાએ કહ્યું, ‘થોડી રાહ જો. બીજો સંદેશ આવશે. જવું હોય તો પછી જજે.'
પણ રૂપના અંતરમાંથી અવાજ આવતો હતો, તું તરત કલકત્તા પહોંચી જા.”
રૂપ કલક્ત્તા પહોંચ્યો.
૧૬
Jain Education International
શાન્નિપથનો યાત્રી : સ્વપ્ન દ્રષ્ટા ચિત્રભાનુ
For Private & Personal Use Only
www.jainelibrary.org