________________
----
-
---
--
-
--
-
ઉષા સખત બીમાર હતી. એ દસ દિવસથી પથારીવશ હતી. રોગનું નિદાન થયું ન હતું.
રૂપ ત્યાં પહોંચ્યો ત્યારે ઉષામાં બોલવાની શક્તિ ન હતી. એની અંતિમ ક્ષણ પાસે હતી. એ બન્નેનું છેલ્લું નિ:શબ્દ મિલન થયું અને રૂપની નમેલી આંખ સામે ઉષાએ છેલ્લો શ્વાસ લીધો.
કળી ખીલી ન ખીલી અને કરમાઈ ગઈ. પડદો ખૂલ્યો ન ખૂલ્યો, અને જીવન નાટકનો અંત આવી ગયો. પણ રૂપે અનુભવેલો અનિવર્ચનીય પ્રણય રસ એના જીવનનું અમૂલ્ય ઘરેણું બની ગયું.
રૂપ કકળતા કાળજે અને ભકઠે ગણગણતો હતો, ‘હમણાં એનામાં ભરપૂર જીવન હતું. ક્ષણમાં એ નિર્જીવ બની છે. આ નિર્જીવ દેહ અહીં છે તો એમાં જે નથી તે શું? એનું પ્રયાણ કઈ દિશામાં થયું? એ શા માટે ગઈ, બધુ જ છોડીને શા માટે ગઈ હૈ?”
ઉષાના મરણને લીધે બાના મરણની કાતિલ યાદ તાજી થઈ. ] ઝાકળના બિંદુ જેવી અકલંકિત મગીની યાદ જીવંત બની.
રૂપ તુમુલ વેદના અનુભવી રહ્યો.
એને ઉષાના મર્મસ્થળને ભેદતા વચનો યાદ આવ્યાં. મારું જીવન ક્લ જેવું મઘમઘતુ બને એમ હું ઈચ્છું છું. પછી ભલે એ ક્ષણિક હોય.'
કેવી છે આ જીંદગી? ક્ષણ પહેલા હરતો ફરતો દેહ ક્ષણમાં નિશ્ચંત બની જાય છે. એ અચેતન દેહ રાખનો ઢગલો બની જાય
-
-
-
-
-
-
-
-
-
-
-
-
--
-
-
-
-
--
છે.”
અને મુઠ્ઠી રાખ ધરતીમાં મળી જવાની? ‘શું આ છે જીવન ?'
શું આવો અંત એજ જીવનની સિદ્ધિ છે? અહીં સર્વ કંઈ છોડીને ખાલી હાથે જવાનું છે?
રૂપને પોતાની ગંભીર બીમારી યાદ આવી. એ માંદગીને બિછાને પડયાં પડ્યાં પ્રેમઅંકુર ફૂટ્યા હતા.
શાન્તિપથનો યાત્રી : સ્વપ્ન દ્રષ્ટા ચિત્રભાનું Jain Education International
For Private & Personal Use Only
૧૭ www.jainelibrary.org