________________
એકેય એવું કાર્ય કરે છે જેનાથી બીજાની લાગણી દુભાય? જે એમ હોય તો એ કાર્ય કરવું ન જોઈએ.'
બીજાની વેદના જોઈને મહાવીર વેદના અનુભવતા હતા. બીજાના દુ:ખ જોઈને એમને દુ:ખ થતું હતું. જીવમાત્ર તરફ અનુકંપાથી ભરેલ હૃદય ધરાવનાર પ્રભુએ નાતજાત કદી સ્વીકારી ન હતી.
આ રીતે એમણે શ્રાવકોને, પ્રેક્ષક ગણને નાતજાતનો નાશ કરવા સમજાવ્યું હતું.
ચિત્રભાનુ ફક્ત કોઈ એક જાતને એક ધર્મના માનવીઓને યોગ્ય રાહ બતાવવા માગતા ન હતા. તેઓ ફક્ત સજ્જનો અને ખાનદાનકુળને જ્ઞાન આપવા માગતા ન હતા. તેથી તેઓ લૂંટારાઓ, વેશ્યાઓ, હલકી નાતના તરછોડાયેલા વગેરેમાં ઊંડો રસ લેતા હતા.
તેઓ સમાજને ધર્મજ્ઞાન આપતા હતા અને માનવ સેવાના મહાનું ધર્મ તરફ સમાજને વાળવા પ્રયત્ન કરતા હતા.
સમાજ જેને તિરસ્કારે છે એવા તરછોડાયેલા માનવ માટે મુનિ કહે છે, “બીજાની નબળાઈને આપણે સ્વીકારી શકતા નથી. આપણે એમની ટીકા કરીએ છીએ, બીજાનો ન્યાય તોલવા બેસીએ છીએ અને એમનાથી દૂર ચાલ્યા જઈએ છીએ.'
“આ રીતે એક માનવી બીજા માનવીને તિરસ્કારે છે. માનવીઓ વચ્ચે દૂરતા નહિ પણ સંબંધની કડી બંધાય એ જરૂરી છે. માનવ માત્રને એની નબળાઈ સાથે ચાહવો જોઈએ.'
આજે જેનામાં દોષ દેખાય છે તે કાલે નિર્દોષ બની શકે છે. આજનો પાપી આવતીકાલે પુણ્યશાળી બની શકે છે.”
‘દુ:ખ અને વેદના માનવીને ઘડે છે. એનો વિકાસ કરે છે. આજે એ ભલે અન્ય માર્ગે હોય, આપણામાં એના માટે પ્રેમ અને શ્રદ્ધા હશે તો એક દિવસ એ યોગ્ય માર્ગે આવશે જ.”
૫૦
શાન્તિપથનો યાત્રી : સ્વપ્ન દ્રષ્ટા ચિત્રભાનુ For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International