________________
લાંબા સમયથી એમને આફ્રિકા બોલાવતા હતા. અનેકવાર એમણે આગ્રહભભર્યા કહેણ મોકલ્યાં હતાં કે આપ અહીં આવો. અહીં હંમેશ માટે વસવાટ કરો. અને અમારી આધ્યાત્મિક જ્ઞાન પામવાની તૃષાને શાંત કરો.
એમને લાગ્યું કે આફ્રિકા જવાનો સમય પાકી ગયો છે. ચિત્રભાનુજીએ હેગમાં વર્લડ વેજીટેરીયન કોન્ફરન્સમાં ભાગ લેવા અને મહાવીર સંદેશને આફ્રિકામાં ગુંજતો કરવા હેગ જવાનું નકકી કર્યું.
હવે એમનું મન સાગરની જેમ ઘુઘવતું હતું. જે બીજ છ સાત વરસથી મનમાં ફૂટ્યું હતું એ બીજ વિકાસ પામવા મથતુ હતું. પણ ચિત્રભાનુએ બીજનો વિકાસ ન થાય એ ઈચ્છતા હતા. એ બીજને ત્યાં જ રોપી રાખવા માગતા હતા. તોય મનોચક્ષુ સામે જે દેખાતું હતું તે સ્પષ્ટ હતું પણ અજ્ઞાત મનમાં ભંડારી દીધું હતું. એ બીજ તો દરિયાની જોરદાર ભરતીમાં તણાઈ ગયું હતું.
હવે તો . ભરતીના મોજા ઉછળી ઉછળીને આકાશે આંબવા
મથતા હતા.
કોલેજ જીવનમાં ઉષા મળી હતી. એ ઉષાને ચિતાના પ્રકાશમાં સળગતી જોઈ હતી. એ પ્રેમ પ્રકાશ રાખના ઢગલારૂપે જોયો હતો. હતો.
ખોબો ભરીને પ્રેમ આપવો હતો. ખોબો ભરીને પ્રેમ પામવો
મળી હતી મુઠ્ઠીભર સ્નેહની ભસ્મ.
શું ભસ્મ ફરી કદી પ્રેમનું રૂપ લઈ શકે? એનો જવાબ છે ના, એનો જવાબ છે હા.
ઉષાનું દર્શન થવાનું ન હતું.
પ્રમોદા શાહ પ્રેમરૂપે અવતરી હતી. એ મારો પ્રેમ હતી. એને જોઈ ત્યારથી મનમાં અવનવી લાગણીઓ જાગતી હતા. મનની સર્વ શક્તિ વિરમી જતી, નાશ પામતી અને ફક્ત પ્રેમ
શાન્નિપથનો યાત્રી : સ્વપ્ન દ્રષ્ટા ચિત્રભાનુ
Jain Education International
For Private & Personal Use Only
૭૯
www.jainelibrary.org