SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - - - - - જીવનનો વિકાસ તમારા જ હાથમાં છે ચંદ્રપ્રભસાગરજી દેહને શિસ્તબધ્ધ જીવતા શીખવવા તપ કરવા લાગ્યા. તપ વડે તેઓ મનને નાથવા ઈચ્છતા હતા. ક્રોધ પર જીત મેળવવી હતી તેથી એકાંતે તેઓ ધ્યાન ધરતા. ઉપવાસ કરીને દેહને શિસ્ત આપતા. બીજા સાધુઓની સેવા કરવા લાગ્યા જેથી અહમ્ ક્ષીણ બનીને નાશ પામે. હું શબ્દનો ઉપયોગ નહિવત્ કરવા લાગ્યા. હું ને બદલે અમે' શબ્દ બોલવા લાગ્યા. ધીરજને જીવનમંત્ર તરીકે સ્વીકારી. મૌન રાખવાનું શરૂ કર્યું. એમને લાગ્યું કે મૌનથી મન સ્વચ્છ બને છે. મૌનથી જીવમાત્ર સાથે એકતા અનુભવી શકાય છે. જૈન મુનિ આવી અનેક તાલિમ લે છે પણ મુનિને એક નિયમ ન ગમ્યો. એ નિયમ મુજબ મુનિએ ઓછામાં ઓછું પાણી વાપરવું જોઈએ. જેથી પાણીમાં રહેલા જીવન નાશ ન થાય અને હિંસાથી બચી શકાય. આ નિયમ પાલન અર્થે સાધુને નાહવાની મનાઈ હોય છે. | મુનિએ ગુરૂને કહ્યું, ‘મારું શરીર સ્વચ્છ હશે તો જ હું તંદુરસ્ત રહીશ. સ્નાન વિના ન ચાલે ગુરૂદેવ, થોડી હિંસા તો થવાની જ પણ સ્વચ્છ શરીરથી મન પ્રસન્ન રહે છે. ગુરૂએ સ્નેહપૂર્વક શિષ્યને સાંભળ્યા અને રોજ એક બાલદી પાણી વાપરવાની છૂટ આપી. જો કે પાણી કરકસર કરી એને સંભાળપૂર્વક વાપરવાનું હતું. - – - ૩૨ શાન્તિપથનો યાત્રી : સ્વપ્ન દ્રષ્ટા ચિત્રભાનું For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.001805
Book TitleShantipathno Yatri Swapnadrushta Chitrabhanu
Original Sutra AuthorN/A
AuthorClare Rosenfield
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year
Total Pages98
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy