________________
ગુરૂની ઉદારતાનો આ પ્રસંગ હજી તાજે હતો ત્યાં એક બીજે પ્રસંગ બન્યો.
ગુરૂએ જેમાં મહાવીર પ્રભુની વાણી શબ્દસ્થ કરવામાં આવી છે એ આગમોના એકસો દસ સૂત્ર મુખપાઠ કરવાનું કહ્યુ. જે સૌથી પહેલા એ સૂત્રો કરી લાવે એને આગમ મંજૂષા ભેટ આપવાની જાહેરાત કરી.
આગમ મંજૂષા એ એક ખાસ પ્રકારની પેટી હોય છે જેમાં આગમ ગ્રંથોની પ્રતો મૂકવામાં આવે છે.
આ સ્પર્ધામાં મુનિ જીત્યા. ક્ષણભર તો છાતી ફૂલાણી પણ એમણે જોયું કે બીજા એક સાધુ નિરાશ થયા છે.
મુનિ ગુરૂ પાસે ગયા અને આગમ મંજૂષા પરત લેવા વિનંતી
કરી.
ગુરૂએ ક્ષણભર મુનિ • સામે જોયું. એમની તીક્ષ્ણ બુદ્ધિએ મુનિની આરપાર જોયું અને શિષ્યની કદર કરતાં હોય એવા નમ્ર અવાજે કહ્યું, ‘હું તારો ભાવ સમજ્યો છું. મને હવે લાગે છે કે સાધુઓ વચ્ચે સ્પર્ધા ન હોવી જોઈએ. મેં સ્પર્ધા યોજી એ મારી ભૂલ હતી.’
ગુરૂના અભિમાન રહિત શબ્દો સાંભળીને શિષ્યે શિર નમાવ્યું.
હવે મુનિ પોતાની જાત પર પ્રયોગો કરવા લાગ્યા. ચાલવું કેમ, ઊભા કેવી રીતે રહેવું. ઊંઘવું કેમ વગેરે પ્રયોગોને લીધે મુનિ પોતાની જાતને ઓળખવા લાગ્યા. મુનિને એમ પણ લાગ્યું કે પોતાનામાં જે ચેતન તત્ત્વ છે એનું અનુસંધાન બ્રહ્માંડ સાથે
છે.
આ બ્રહ્માંડ સાથે અનુસંધાનની અનુભૂતિ થતાં મુનિ મનોમન કહે છે, ‘આકાશમાં ચાંદો અને તારા ઉગવા લાગ્યા, સૂરજ અને ગ્રહો દેખાવા લાગ્યા એ પહેલા હું ત્યાં હતો.’
‘હું સત્, ચિત્ અને આનંદ છું.’
‘હું અવિનાશી છું, હું અનંત અને અસીમ છું. હું પરમ
શાન્નિપથનો યાત્રી : સ્વપ્ન દ્રષ્ટા ચિત્રભાનુ
Jain Education International
For Private & Personal Use Only
૩૩
www.jainelibrary.org