________________
એ ત્યાં ઊભો હતો. ક્રોધથી કાંપતો હતો. છોકરીએ આભાર માન્યો, એ ગઈ પણ રૂપને કંઈ દેખાતું ન હતું.
ક્રોધ શમતા લાંબો સમય ગયો. પછી વિચાર આવ્યો કે શું પોતાનામાં આવો ભયંકર ક્રોધ વસે છે? નાની એવી હિંમત બતાવી ત્યાં અભિમાનથી કેવો ફુલાઈ ગયો છું.
એને પસ્તાવો થયો.
એક જમણમાં એને બેહદ ખાધું. ઘરે આવીને એ આકુળવ્યાકુળ બની ગયો. એને ઉલટી થઈ.
એને વિચાર આવ્યો, ‘જીભ પર કાબૂ હોવો જોઈએ?
રૂપ દરેક બાબત વિચારવા લાગ્યો હતો. પોતાના વિચારોને અમલમાં મૂકતો હતો.
પોતાની ભૂલ થાય ત્યારે સુધારવા પ્રયત્ન કરતો હતો. શાળા જીવનના દિવસો આનંદમાં પસાર થતા હતા.
એની કન્નડ માધ્યમની શાળામાં વિદ્યાર્થીઓને એક દિવસ પ્રકાશહીન દિવસ વિતાવવાનો હતો. આવો અનુભવ લેવા માટે વિદ્યાર્થીએ આંખે પાટા બાંધી રાખવાના હતા.
આ પ્રજ્ઞાચક્ષુ માનવીનો અનુભવ લેવાનો રૂપનો વારો આવ્યો.
આ તો ગાઢ અંધકારનો અનુભવ હતો. હાથ પાટો છોડવા વારેવારે ઉંચો થતો હતો. અંધકાર અણગમતો બન્યો. પ્રકાશ પામવાની ઈચ્છા તીવ્ર બની.
અંતે આંખ પરની પટ્ટી ખુલી. આંખ સામે મધમધતો પ્રકાશ હતો, હૃદયમાં હતું સ્વચ્છ, આનંદિત વિસ્મય.
સામે હતી તદ્દન નવી દુનિયા.
એ વિચારવા લાગ્યો, દુનિયાનું યથાર્થ રૂપ કયુ, સામે દેખાય છે એ કે નિતાંત અંધકારમાં લપેટાયું હતું એ?
રૂપ ગાઢ વિચારમાં ડૂબી ગયો.
૧૦
શાન્તિપથનો યાત્રી : સ્વપ્ન દ્રષ્ટા ચિત્રભાનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org