________________
ઉપોદઘાત. દેવચંદ્ર પ્રભુની હો કે પુણે ભક્તિ સંધે, આતમ અનુભવની હો કે નિત નિત શકિત વધે.”
શ્રી દેવચંદ્રજી આ જગમાં ખરેખરા અર્થમાં મહાદેવ કઈ હોય તે તે શ્રી વીતરાગદેવ જ છે, તેની મહાપ્રતિષ્ઠા અત્રે લિકાલસર્વ કરી દેખાડી છે. આ વીતરાગદેવનું સ્વરૂપ શું છે અને તેની ભક્તિનું પ્રયોજન શું છે? તેનું અવે સામાન્ય દિગૂદન કરી, કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્લજીના જીવનવૃત્ત અંગે ટૂંકું વિવેચન કરશું.
૧. વીતરાગ દેવનું સ્વરૂપ વીતરાગ દેવ કહે કે જિનદેવ કહે, બને પર્યાયશબ્દ છે. “જિન” એ સંપ્રદાયવાચક શબ્દ નથી, પણ મહાન તત્વવાચક શબ્દ છે. રાગાદિ સર્વ આંતરશત્રુઓને જીતી જે શુદ્ધ સહજાન્મસ્વરૂપને પ્રાપ્ત થયેલા છે, એવા શુદ્ધ આત્મા તે “જિન.” આત્મા અને કર્મના સનાતન યુદ્ધમાં કર્મકટકને સંહાર કરી જે વિજયશ્રી વર્યા છે, એવા ખરેખરા શ્રીમદ્ આત્મવીર તે જ જિન; અને એવા જિન ભગવાન અનંત જ્ઞાન, અનંત દશન, અનંત સુખ અને અનંત વિર્ય એ દિવ્ય આત્મગુણેના સ્વામી થયા હોવાથી, એ જ ખરેખરા “દેવ” છે.
વિશ્વની વિશિષ્ટ અને શ્રેષ્ઠ વિભૂતિરૂ૫ આવા આ જિતવ પરમ અત” અર્થાત્ વિશ્વની પૂજાના પરમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org