Book Title: Upmiti Kathoddhar
Author(s): Munichandrasuri
Publisher: Omkar Gyanmandir Surat

View full book text
Previous | Next

Page 11
________________ 10 એકના કર્તા હંસરતના કોઈ અનામી શિષ્ય જણાય છે, જ્યારે બીજીના કર્તા ઉદયરત્ન મહારાજ. આ બંને કવિઓની ‘હંસરત્નની સઝાય'માં હંસરનના પિતા વર્ધમાન અને માતા માનબાઈ હોવાના ઉલ્લેખો છે. હંસર– . ૧૭૯૮ના ચૈત્ર માસમાં મિયાંગામમાં કાળધર્મ પામ્યા હોવાનો ઉલ્લેખ પણ બન્ને કવિઓએ કર્યો છે. અનામી કવિની હંસરત્નની સક્ઝાયમાં ૮મી કડીમાં કવિ લખે છે કે- ‘વાચક શ્રી જ્ઞાનરત્નનો શિષ્ય શિરોમણિ સંત, શ્રી ઉદયવાચકનો સોદરુ, હંસરત્નનામ સોહંત.” કવિએ હંસરત્નને જ્ઞાનરત્નના શિષ્ય અને ઉદયવાચકના સહોદરભાઇ તરીકે ઓળખાવ્યા છે.” ઉદયરતજી એમના “દામન્નકરાસ'ની સ્વલિખિત પ્રતમાં હંસરતને માટે “ગુરુભ્રાતા’ નહીં પણ ‘ભ્રાતા’ શબ્દપ્રયોગ કરે છે.(જૈન ગુર્જર કવિઓ બીજી આવૃત્તિ ભા.૫ પૃ.૧૦૬)(ઉદયઅર્ચના પૃ.૧-૨) શ્રી મોહનલાલ દેસાઈ- “હંસરત્નને ઉદયરત્નના સોદર અને દીક્ષામાં કાકાગુરુ કહે છે.” (જૈન ગુર્જર કવિઓ આવૃત્તિ બીજી ભા. 1, પૃ. 157) 1 પ્રાગ્વાટ ઇતિહાસ ભા-૧ (પૃ.૩૫૦-૩૫૨)માં એના કર્તા શ્રી દૌલતસિંહ લોઢાએ તો સ્પષ્ટ જ કહ્યું છે કે હંસરત અને ઉદયરત બંને ભાઇઓ હતા. હંસરત મોટા, ઉદયરત નાના. આ બે ભાઇઓનાં માતાનું નામ માનબાઇ, પિતાનું વર્ધમાન અને તેઓ પોરવાડ જ્ઞાતિના હતા.” (“ઉદયઅર્ચના” સંપાદકીય પૃ.૧૧) ઉદયરત્નજી અને હંસરત્નજી સહોદર હોવાની વાતને શિલાલેખીય સમર્થન પણ મળે છે. ખેડા રસુલપરાના આદિનાથ જિનાલયમાં શ્રી ઉદયરત્ન, શ્રી હંસરત્ન, શ્રી રાજરત્નના પગલાં છે. એની ચારે બાજુ આ પ્રમાણે લખાણ છે. श्री उदयरत्नगणिनां पादुका स्थापिता प्रतिष्ठितं सहोदर पंन्यास श्री हंसरत्नगणिनां पादुका... એટલે પં. હંસરત્નજીનું નામ હેમરાજ હતું તેઓ ઉદયરત્નના વડીલ બંધુ હતા. જન્મભૂમિ ખેડા, માતા-પિતા માનબાઈ અને વર્ધમાન સં. 1798 ચૈત્ર સુદ 9, શુક્રવારે મીયાગામમાં સ્વર્ગવાસ આટલી વિગતો સિવાય વિશેષ હકિકતો એમના જીવન વિષે મળતી નથી. પં.શ્રી કલ્યાણવિજયજી ગણિવરે પટ્ટાવલી-પરાગ' ગ્રંથમાં (પૃ.૧૮૮ થી) રાજવિજયસૂરિગચ્છની પટ્ટાવલી આપી છે. તેનો સાર આ પ્રમાણે છે : ૫૮મા પટ્ટધર આનંદવિમલસૂરિજી પોતાના પટ્ટધર આ. દાનસૂરિજીને લઈને બારેજા રાજવિજયસૂરિ પાસે ગયા. આ. રાજવિજયસૂરિએ પોતે વહિવટ વગેરે છોડી પરિગ્રહ વગેરે નો ત્યાગ કરી દીધો હતો. ચોપડાં જલશરણ કરેલા અને મોતી વગેરે ચૂર્ણ કરી પરઠવી દીધેલા. આ. આનંદવિમલસૂરિજીએ કહ્યું હું હવે વૃદ્ધ થયો છું. અત્યારે લંકામતિઓ જિનશાસનનો લોપ કરવા તૈયાર થયા છે. આ સામે આ. દાનસૂરિ અને તમે કટીબદ્ધ બની જિનશાસનની રક્ષા કરો. મારી ભાવના એ છે કે મારા પટ્ટધર દાનસૂરિ અને તેમના ઉત્તરાધિકારી તમે (રાજવિજયસૂરિ) બનો. તમે વિદ્વાન છો. આ માટે અમે બને તમારી પાસે અહીં (બારેજા) આવ્યા છીએ. 1. મીયાગામના જિનાલયના પરિસરમાં એક દેરીમાં શ્રી ઉદયરત્નજી અને શ્રી હંસરત્નજીની પાદુકા છે.

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 146