Book Title: Upmiti Kathoddhar Author(s): Munichandrasuri Publisher: Omkar Gyanmandir Surat View full book textPage 9
________________ દા. ત. પૃ. 24 ટિ. અહીં L1 પ્રતમાં અને એ પ્રતનો સંશોધિત પાઠ વર્દિતા છે એમ સમજવું. ગ્રન્થકાર ગ્રન્થકાર પંડિત હંસરાજીના જીવન કવન વિષે ખાસ વિગતો મળતી નથી પરંતુ તેઓશ્રીની ગુરુપરંપરાની વિગત મળે છે. જેમ ગ્રંથકારશ્રી હંસરત્નજીએ પ્રસ્તુત ગ્રંથની રચના દ્વારા શ્રી સિદ્ધર્ષિજી રચિત ઉપમિતિભવપ્રપંચાકથા નામના વિસ્તૃત ગ્રંથમાંથી કથાનો સાર સરળભાષામાં ગદ્યમાં કરીને બાળજીવો ઉપર ઘણો ઉપકાર કર્યો છે. તેવી જ રીતે આ. ધનેશ્વરસૂરિજીના પ્રસિદ્ધ ‘શત્રુંજયમહાભ્ય' ગ્રંથના આધારે સરળ સંસ્કૃત ગદ્યમાં “શત્રુંજય મહાભ્યોલેખ' નામનો ગ્રંથ વિ.સં. ૧૭૮૨માં રચ્યો છે.' આ ગ્રંથના અંતે પ્રશસ્તિમાં ગ્રંથકારે પોતાની ગુરુપરંપરા આપી છે. તે મુજબ તપગચ્છમાં રાજવિજયસૂરિ > રત્નવિજયસૂરિ - હીરરત્નસૂરિ - જયરત્નસૂરિ ભાવરત્નસૂરિ = દાનરત્નસૂરિ આ. દાનરત્નસૂરિજીના આશાવર્તી પં. હંસરત્નવિજયે (ઝં. 8550 શ્લોક પ્રમાણ) શત્રુંજયમહાભ્યોલેખની રચના કરી છે. અહીં ગ્રંથકારે પોતાના ગુરુનું નામ આપ્યું નથી પરંતુ પ્રશસ્તિના 7 થી 11 શ્લોકમાં આ. હીરરત્નસૂરિના મુખ્ય શિષ્યો વિબુધ લબ્ધિરત, વાચક સિદ્ધિરત, પાઠક હર્ષરત્ન, પંડિત લક્ષ્મીરત્ન, પાઠક માનરત્ન વગેરે થયા. તેમના ચરણકમલમાં ભ્રમર સમાન હંસરનમુનિએ વિ.સં. ૧૭૮૨માં ગ્રંથરચના કરી. શત્રુંજય માહભ્યોલેખ ગ્રંથની પ્રશસ્તિ આ પ્રમાણે. બીજેog પ્રશસ્તિ | "अस्ति स्वस्तिपदं सदुन्नतिलसद्विस्तारिशाखान्तरः सच्छायो दृढमूलपद्धतिरनुच्छेद्यो दुरात्मव्रजैः / आह्लादैकनिकेतनं सुमनसां दुष्कर्मणां दुर्लभः, श्रीमानेष तपागणः सुरतरुः सर्वोत्तमो भूतले // 1 // तत्र जगजनविश्रुतगुरुगुणरत्नाकरा गभीरतराः / / श्री राजविजयसूरिप्रवराः श्रुतजलधयो ह्यासन् // 2 // श्रीरत्तविजयसूरिस्ततो, बभूवातिविततविशदयशाः / શ્રી દીનિત્ત મવિલીન છે રૂ . 1. વિ.સં. ૧૭૮૨માં પંડિત હંસરત્નજીએ રચેલો આ ગ્રંથ પ્રતાકારે વિ.સં. ૨૦૧૩માં દિવ્યદર્શન ટ્રસ્ટ દ્વારા અને વિ.સં. ૨૦૫૪માં ગુરુ રામચન્દ્ર પ્રકાશન સમિતિ ભીનમાલથી પુનર્મુદ્રિત કરવામાં આવ્યો છે. આ ભીનમાલના સંસ્કરણમાં પૂર્વ પ્રકાશનમાં છપાયેલી વિ.સં. ૧૯૭૨માં પુરુષોત્તમદાસ ગીગાભાઇએ લખેલી સંસ્કૃત પ્રસ્તાવના પણ છપાઇ છે. 2. જૈન પરંપરાનો ઇતિહાસ ભાગ-૪, પૃ. ૨૭માં હર્ષરત્ન અને હંસરત્ન એક હોવાનું લખ્યું છે તે બરાબર જણાતું નથી.Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 146