Book Title: Upmiti Kathoddhar
Author(s): Munichandrasuri
Publisher: Omkar Gyanmandir Surat

View full book text
Previous | Next

Page 7
________________ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ શ્રી સિદ્ધિવિનાય-ભદ્ર-વિલાસ-કારસુરિભ્યો નમ: કિસ્તાવળ પંડિત શ્રી હંસરત્ન ગણિ રચિત અને અદ્યાવધિ અપ્રગટ ઉપમિતિકથોદ્ધાર ગ્રંથ પ્રાચીન હસ્તલિખિત પ્રતિઓના આધારે સંપાદિત સંશોધિત થઇ પ્રસિદ્ધ થઈ રહ્યો છે તે ઘણાં હર્ષનો વિષય છે. ઉપમિતિકથા વિષચક સાહિત્ય ઉપમિતિ ભવપ્રપંચાકથા' એ માત્ર જૈનસાહિત્યમાં કે ભારતીય સાહિત્યમાં જ નહિ પણ, પૂરા વિશ્વના તમામ સાહિત્યમાં અજોડ રચના છે. દેશ-વિદેશના ગુણાનુરાગી વિદ્વાનોએ આ ગ્રંથની મુક્ત કંઠે પ્રશંસા કરી છે.' શ્રીમાન સિદ્ધર્ષિગણિવરની આ કૃતિનું આલંબન લઇને ઘણા વિદ્વાનોએ રચનાઓ કરી છે. આ. જિનેશ્વરસૂરિના ગુરુ આ. વર્ધમાનસૂરિજીએ વિ.સં. ૧૦૮૮માં 1460 શ્લોક-પ્રમાણ ઉપમિતિભવપ્રપંચનામ સમુચ્ચય'ની રચના કરી છે. આ. ચન્દ્રસૂરિજીના શિષ્ય આ. દેવેન્દ્રસૂરિજીએ ઉપમિતિ ભવ-પ્રપંચાકથા-સારોદ્ધારની રચના કરી છે. શ્રી ઇન્દ્રરંસગણિએ “શ્રી ભુવનભાનુ કેવળી ચરિત્ર 1800 શ્લોકપ્રમાણ સંસ્કૃતમાં રચ્યું છે.” આ. દેવસૂરિજીએ 2328 શ્લોકપ્રમાણ “ઉપમિતિભવપ્રપંચોદ્ધાર' નામની ગંધ સંસ્કૃતમાં રચના કરી છે. ઉપમિતિભવપ્રપંચાકથારાસ' નામે ગુજરાતી ભાષામાં રાસની રચના વિ.સં. ૧૭૪૫માં ખરતરગચ્છીય શ્રી જિનહર્ષ કરી છે. * મહોપાધ્યાય યશોવિજયજી ગણિવરજીએ વૈરાગ્યકલ્પલતા અને વૈરાગ્યરતિ' ગ્રંથો પણ શ્રી સિદ્ધષિજીના ઉપમિતિ ગ્રંથનું આલંબન લઈને રચ્યા છે. પ્રસ્તુત ગ્રંથ ઉપમિતિકથા દ્વારની રચના પં. હંસરનગણિએ વિ.સં. ૧૭૯૦માં મહા સુદિ પૂનમે પૂર્ણ કરી છે. 1. શ્રી સિદ્ધર્ષિના આ વિશાળ ગ્રંથ (મૂળ સંસ્કૃત ભાષામાં) અને મોતીલાલ ગિ. કાપડીયાએ કરેલો એનો ગુજરાતી અનુવાદ જુદી જુદી સંસ્થાઓ તરફથી પ્રગટ થયા છે. શ્રી વિનયસાગરકૃત હિંદી અનુવાદ પ્રાકૃત ભારતી અકાદમી જયપુરથી ઇ.સં. ૧૯૮૫માં પ્રગટ થયેલ છે. - 2. આ ગ્રંથ ઘણા વર્ષો પૂર્વે પ્રગટ થયેલો છે. એ પછી વિ.સં. ૨૦૪૦માં ઝાલાવાડ છે. મૂ.પૂ. સંઘ ટ્રસ્ટ સુરેન્દ્રનગરથી પુનઃ પ્રગટ થયેલ છે. 3. સંસ્કૃતપદ્યમય આ ગ્રંથ પાટણથી વિ.સં. ૨૦૦૬માં પ્રસિદ્ધ થયો છે. અને એનું શ્રી ક્ષમાસાગરજી કૃત ગુજરાતી ભાષાંતર પણ ત્રણ ભાગમાં પ્રસિદ્ધ થયું છે. 4. આનો ગુજરાતી અનુવાદ જૈનધર્મ પ્રસારક સભાએ વર્ષો પૂર્વે પ્રગટ કર્યો છે. વિ.સં. ૧૯૮૧માં આ અનુવાદની બીજી આવૃત્તિ પણ પ્રગટ થઈ છે.

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 146