________________
શ્રી પ્રતિક્રમણ સૂત્ર જીવની હિંસા કરે તે. ૧૩ જાણીને જુઠું બેલે તે, ૧૪ જાણીને ચોરી કરે તે, ૧૫ સચિત પૃથ્વી ઉપર બેસે તે. ૧૬ સચિત માટી તથા પાણી ભેળાં કર્યા હોય તે ઉપર બેસે સુવે તે, ૧૭ શય્યા પાટ પાટલા ઘણાં ભગવે તે. ૧૮ સચિત કંદ મૂળને આહાર ભોગવે તે, ૧૯ એક વરસમાં દશ નદી નાળાં પગેથી ઉતરે તે. ૨૦ એક વરસમાં દશ વાર કપટ કરે તો, ૨૧ સચિત કરી હાથ કે વાસણ ખરડયાં હોય તેવા પાસેથી આહાર લે તે સબળ દોષ લાગે. બાવીસાપરિસહિં–બાવીસ પ્રકારના પરિષહ એટલે ઉપદ્રવ–૧ સુધા, ૨ તૃષા, ૩ ટાઢને ૪ તાપને, ૫ દંશમશન, ૬ અચેલને, ૭ અરતિ (સંજમને વિષે અરતિ લાગે ને સંસારને વિષે રતિ લાગે તે ન લાગવા દેવી). ૮ સ્ત્રીને, ૯ ચર્યાને (ચાલવાને.) ૧૦ બેસવાને (એક સ્થાનકે બેસી રહેવું પડે), ૧૧ સેજાનો (થાનક વગેરે બબર ન મળે,) ૧૨ આક્રોશ વચનને, ૧૩ વધને, ૧૪ જાચવાને, ૧૫ અલાભ, ૧૬ રોગને, ૧૭ તૃણસ્પર્શને, ૧૮ મેલનો, ૧૯ સત્કારપુરસ્કાર ( આદરમાન ન મળે,) ૨૦ પ્રજ્ઞા ( જાણપણું મેળવવાને) ૨૧ અજ્ઞાનને, ૨૨ દંસણને, તેવીસાએ સુયગડઝયણે હિં– શ્રી સુયગડાંગ સત્રના પહેલા બીજા શ્રુતસ્કંધનાં મળીને 2 શ અધ્યયન છે. ચકવીસાએ હિં–ચોવીશ જાતના દેવતા-૧૦ ભવનપતિ, ૮ વાણવ્યંતર, ૫ જ્યોતિષી ને ? વૈજ્ઞાનિક (કુલ ચોવીશ) તથા ચોવીશ તીર્થકર દેવ છે. પણવીસાભાવણહિં–પચ્ચીશ પ્રકારની ભાવના-પાંચ મહાવ્રત–તેમ. દરેકની પાંચ પાંચ ભાવના એટલે કુલ પચ્ચીશ તે કહે છે પહેલા મહાવતની ૧ ઈર્યા ભાવના (જઈને ચાલવું ) ૨ મન ભાવના (સંજમને વિષે શુદ્ધ મન.) ૩ વચન ભાવના, ૪ એષણું ભાવના (નિર્દોષ આહાર પાણી લે,) ૫, નિખેવણ ભાવના (પાત્રાદિક જતનાએ મુકવાં, ) બીજા મહાવ્રતની પાંચ ભાવના-૧ ભાષા વિચારીને બેલે, ૨ હસી ન કરે, ૩ ક્રોધ ન કરે, ૪ લેભ ન કરે, ૫ ભય ન કરે. ત્રીજા મહાવ્રતની પાંચ ભાવના–જે જગાએ રહેવું હોય તેના ધણી અથવા તેની તરફના માણસની રજા લઈ તેમાં રહેવું. ૨ તે માંહની વસ્તુ રજા લીધા વિના ભોગવવી નહિ, ૩ સ્થાનક સમારવું નહિ ; સ્વધર્મિ સાથે સંવિભાગ કરી વસ્તુ ભોગવવી, ૫ પિતાથી હેટા હોય તેને વિનય કરે. ચોથા મહાવ્રતની પાંચ ભાવન–૧ સ્ત્રી, પશુ, નપુંસક રહિત સ્થાનક ભેગવવું, ૨ સ્ત્રીની કથા વાર્તા કરવી નહિ, ૩ પૂર્વના કામ જોગ સંભારવા નહિ. ૪ સરસ આહાર કરે નહિ, ૫ સ્ત્રીને આસને બેસવું નહિ. પાંચમા