________________
શ્રી લધુદંડક
૧૦૫ પર્યાપ્તિ છ પ્રકારે છે. હરેક જીવને ભવાંતરની ઉત્પત્તિ સમયે જે શક્તિવડે આહાર લઈને તેને રસપણે પરિણમાવવાને જે શક્તિ વિશેષ તેને આહારપર્યાપ્તિ કહે છે. પછી તે રસરૂપ પરિણામને રસ, રૂધિર, માંસ, મેદ, અસ્થિ, મજજા તથા વીર્ય એ સાત ધાતુપણે પરિણુમાવીને શરીર બાંધવાને જે શક્તિવિશેષ, તેને શરીરપર્યાપ્તિ કહે છે. પછી તે સાત ધાતુપણે પરિણમાવ્યો જે રસ, તે જેને જેટલાં દ્રવ્ય ઈદ્રિય જોઈએ તેને તેટલા ઈદ્રિયપણે પરિણમાવવા જે શકિત વિશેષ તેને ઈંદ્રિય પર્યાપ્તિ કહે છે. પર્યાપ્તિ એ શબ્દ સર્વ સાથે જોડો કેમકે એ કહેલી ત્રણ પર્યાતિ પૂરી કર્યા વિના કોઈ જીવ મરણ પામે નહિ, માટે પર્યાપ્તિ શબ્દ વચમાં કહ્યો છે. એ ત્રણ પર્યાપ્તિ બાંધીને પછી શ્વાસોશ્વાસ પણે પરિણુમાવીને અવલંબી મુકવાને જે શક્તિવિશેષ, તેને શ્વાસોશ્વાસ પર્યાપ્ત કહે છે. ભાષાયોગ્ય મુદ્દગળ લઈ ભાષાપણે પરિણમાવીને અવલંબી મૂકવાને જે શકિતવિશેષ તેને ભાષા પર્યાપ્તિ કહે છે અને મનેવરગણું પ્રદૂગળ લઈ મનપણે પરિણાવીને અવલંબી મૂકવાને જે શક્તિવિશેષ તેને મનઃ પર્યાપિત કહે છે. એવી રીતે એ છ પ્રકારે પર્યાપ્તિ કહી છે. - આહાર પર્યાપ્તિ, શરીરપર્યાપ્તિ, ઈદ્રિય પર્યાપ્તિ તથા શ્વાસોશ્વાસ પર્યાપ્તિ એ ચાર પતિ એકે દિલને હેય ને તે ચાર પર્યાપ્તિઓની સાથે પાંચમી ભાષા પર્યાપ્ત જોડીને પાંચપતિ તે વિકલેન્દ્રિ એટલે બેઈદ્રિય, તેઈદ્રિય તથા ચૌરિતિય પ્રત્યેકને હોય, એજ પાંચ પર્યામિ અસંસી પંચેન્દ્રિયને હોય અને છએ પર્યાપ્તિ સંસી પંચેંદ્રિયને હેય.
(દિદિ કે ) દષ્ટિ ત્રણ ૧ સમકિત દષ્ટિ, ૨ મિથ્યાત્વદષ્ટિ અને ક સમા મિથ્યાત્વ દષ્ટિ . ૩
(દંસણ કે૦) દશન ચાર-૧ ચક્ષુ દર્શન, ૨ અચક્ષુ દાન, ૩ અવધિ દર્શન ૪ કેવળ દર્શન છે ૧૪
(નાણું કે૦) જ્ઞાન પાંચ. ૧ મતિ જ્ઞાન, ૨ શ્રત જ્ઞાન, ૩ અવધિ જ્ઞાન, ૪ મન:પર્યવ જ્ઞાન અને ૫ કેવળ જ્ઞાન છે ૧૫ છે
(અનાણે કેટ) અજ્ઞાન ત્રણ, ૧ મતિ અજ્ઞાન, ૨ શ્રત અજ્ઞાન અને ૩ વિભંગ અજ્ઞાન છે. ૧૬
(જગ કેર) વેગ પંદર. ૪ મનના, ૪ વચનના અને ૭ કાયાના, તેમાં ૧ સત્ય મનોગ, ૨ અસત્ય ભ૦, ૩ મિશ્ર મ.