________________
૨૬૦
અધ્યયને (અર્થ સાથે)
લે એ વધારે કલ્યાણનું કારણ છે. ૪૧ એ પ્રમાણે નમી રાજાનું કહેવું સાંભળીને દેવેંદ્ર આ પ્રમાણે કહે છે, ૪ર હે મનુષ્યના અધિપતિ! ઘેર આશ્રમ છાંડીને બીજો આશ્રમ શા સારૂ છે છે? આ ગૃહસ્થાશ્રમમાં જ રહીને પિષધાદિકને વિષે અનુરક્ત થાઓ, ૪૩ એ પ્રમાણે દેવેંદ્રનું કહેવું સાંભળી નમી રાજર્ષિ આ પ્રમાણે કહે છે. ૪૪ હે બ્રાહ્મણ ! કોઈ અજ્ઞાની મૂખ પ્રાણું માસ માસખમણને પારણે હાભની અણુ ઉપર રહે એટલે આહાર કરે, પણ તે પુરૂષ નિરવઘ ચારિત્રરૂપ ધર્મને સેળભે ભાગે પણ પહોંચે નહિ અર્થાત અજ્ઞાનપણમાં ગમે તેવી આકરી કરેલી કિયા ખરાં ચારિત્ર ધર્મને કાંઇ અંશે આવી શકે નહિ, માટે મને ગૃહસ્થાશ્રમ છાંડી ચારિત્ર આચરવું શ્રેય છે. ૪૫ એ પ્રમાણે નમી રાજષિનું કહેવું સાંભળીને દેવેંદ્ર આ પ્રમાણે કહે છે. ૪૬ હે ક્ષત્રી! સેના રૂપાના વગર ઘડેલાં અને ઘડેલાં અલંકારે, મણી, મોતી, કાંસાના વાસણ, વસ્ત્રો, અધાદિક વાહનો અને કેડાર વધારીને પછી જાજે, ૪૭ એ પ્રમાણે દેવતાનું કહેવું સાંભળીને નમી રાજર્ષિ આ પ્રમાણે કહે છે. ૪૮ હે બ્રાહ્મણ! કદાચિત સેનાપાના મેરૂ પર્વત જેવડા અસંખ્યાત પવતો હોય તો પણ લેભી મનુષ્યને કિંચિત માત્ર સંતોષ થાય નહિ કારણ કે તૃષ્ણ અનંત આકાશસરખી છે, ૪૯ સઘળી પૃથ્વી સાળ, જવ આદિ ૪૨ જાતના ધાન્યથી, સેનાં રૂપાંથી તથા પશુ આદિથી ભરી આપે તોપણ એક લેભી મનુષ્યની ઈચ્છા પૂર્ણ થાય નહિ તેથી હું એવું જાણીને લાભથી નિવતી સંતોષની વૃત્તિરૂપ તપ આચરીશ. ૫૦ એ પ્રમાણે નમી રાજર્ષિનું કહેવું સાંભળીને દેવેંદ્ર આ પ્રમાણે કહે છે. પ૧ હે રાજર્ષિ! મને ઘણું આશ્ચર્ય ઉપજે છે કે પિતાને મળેલા કામ ભાગને છાંડીને હવે પછીથી (અછતા) મળવાના ભાગની ઈચ્છા રાખે છે ! પણ ઈચ્છા રાખેલા ભેગ મળશે કે નહિ એવા સંક૯પ વિકલ્પ કરીને તું હણાઈશ, માટે છતા ભેગને છાંડીશ નહિ. પર-એ પ્રમાણે દેવતાનું કહેવું સાંભળીને નમી રાજર્ષિ આ પ્રમાણે કહે છે, ૫૩ હે બ્રાહ્મણ ! એ કામ ભંગ શલ્યસરખા છે,
રસરખા છે, દષ્ટિવિષવાળા સપની ઉપમા સરખા છે. જો કે તે કામગ મળી શકે તેમ નથી, ભેગવી શકે તેમ નથી, પણ આકરી અભિલાષા રાખે છે એવા જીવ તંદુલ મચ્છની માફક