Book Title: Sthanakvasi Jain Gyan Sagar
Author(s): Jivanlal Chhaganlal Sanghvi
Publisher: Jivanlal Chhaganlal Sanghvi

View full book text
Previous | Next

Page 285
________________ અધ્યયને (અર્થ સાથે) એમ બાર પ્રકારે તપ એ સર્વને વિષે ઉદ્યમવંત થયા, ૯૦ તે મૃગા પુત્ર મમતા રહિત, અહંકાર રહિત, સ્ત્રી આદિના સંગ રહિત, અદ્ધિ વગેરે ત્રણ ગારવ રહિત અને રસ તથા સ્થાવર જીવો ઉપર સરખો ભાવ રાખનાર ધયા. ૯૧ તે મૃગાપુત્ર આહાર પાણું મળે અથવા ન મળે, સુખ અથવા દુઃખને વિષે, જીવિતવ્ય અને મરણને વિષે, નિંદા તથા પ્રશંસાને વિષે અને માન તથા અપમાન વિષે એ સર્વ ઉપર સમભાવ રાખનાર એટલે રાગદ્વેષ રહિત થયા ૯૨ તે મૃગાપુત્ર ત્રણ ગારવથી, ચાર કષાયથી, ત્રણ દંડથી, ત્રણ શલ્યથી, સાત ભયથી, હાસ્યથી, શાકથી, નિયાણાથી અને રાગદ્વેષના બંધન રહિત થયા એટલે તેનાથી નિવાર્યા. ૯૩ તે મૃગાપુત્ર આ લેક તથા પરલોકના સુખની ઈચ્છા નહિ રાખનાર, પોતાના શરીરને ચંદન લગાવનાર અથવા છેદનાર ઉપર અને આહાર કરવામાં અથવા અણસણ કરવામાં સરખે ભાવ રાખનાર એટલે સમાન દષ્ટિવાળા થયા, ૯૪ તે મૃગાપુત્ર અપ્રશસ્ત એટલે હિંસાદિક પાપના દ્વારથી નિવૃત્ત થયા, તેથી સર્વ પ્રકારે આશ્રવનાં બારણાં બંધ થયાં અને અધ્યાત્મ ધ્યાનના ગે કરી ઇદ્રિને દમનારા અને સર્વપ્રણીત સિદ્ધાંતમાં શુભ ધ્યાનના યોગથી ઉપયોગવંત અથવા શુભઉપશમ વાળા થયા, ૨૫-૬ એ પ્રમાણે જ્ઞાને કરી, ચારિત્ર કરી સમ્યક કરી, તપ કરી, પચીશભાવનાએ કરી, અથવા અનિત્ય આદિ બાર ભાવનાએ કરી, નિર્મળ પરિણામે કરી પોતાના આત્માને સમ્યક પ્રકારે ભાવતાં ઘણાં વર્ષ સુધી સામાન્ય ચારિત્ર પાળીને એક માસનું અણુસણુ કરીને સર્વોત્તમ–પ્રધાન મોક્ષ ગતિને પામ્યા. ૯૭ એ પ્રકારે જે તત્વના જાણુ, પંડિત, વિચિક્ષણ હોય તે જેમ મૃગાપુત્ર બષિ ભેગથી નિવત્ય તેમ નિવતે. ૯૮ મેટા પ્રભાવવાળા અને મેટા યશવાળા મૃગાપુત્રનું સંસારની અસારતા દેખાડનાર ઉપદેશરૂપ ભાષણ, તથા તેમનું બાર પ્રકારના તપથી પ્રધાન અને ગતિપ્રધાન એટલે મેક્ષ જવાને માટે યોગ્ય આ ચરિત્ર સાંભળીને જે આચરે તે ત્રણલેકમાં પ્રસિદ્ધ એવી મોક્ષગતિને પામે, ૨૯ ધનને દુઃખનું વધારનાર જાણીને તથા મમત્વને સંસારનું બંધન જાણીને તેમજ ધન અને મમત્વ, ચૌરાદિકના મોટા ભય ઉપજાવનાર જાણુને સુખની પ્રાપ્તિ કરાવનાર તથા મોક્ષગુણને લાવનારૂં અને અનંતવીર્ય વગેરે ગુણેને લાવનારૂં એવું ધામ રથનું બેસણું ધારણ કરે, એમ હું કહું છું,

Loading...

Page Navigation
1 ... 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322