Book Title: Sthanakvasi Jain Gyan Sagar
Author(s): Jivanlal Chhaganlal Sanghvi
Publisher: Jivanlal Chhaganlal Sanghvi

View full book text
Previous | Next

Page 321
________________ ૩૧૨ કાવ્ય સંગ્રહ કાળા કેશ મટી ગયા, બનીયા વેત; જોબન જેર જતું રહ્યું, ચેત ચેત નર ચેત. માટે મનમાં સમજીને, વિચારીને કર વેંત; કયાંથી આવ્યા કર્યા જવું, ચેત ચેત નર ચેત.. શુભ શિખામણ સમજ તે, પ્રભુ સાથે કર હેત; અંતે અવિચળ એજ છે, ચેત ચેત નર ચેત. (૫) આત્મપદેશ (હરિગીત) રે આત્મ! હારે વખ્ત સારે વેગે વીતી જાય છે, તે ધ્યાનમાં ઉતાર તું, પરતંત્રતા તેમ થાય છે; નથી ભાર રહે એ ઘડી એવી દશા તુજને થશે, તેવા સમે પ્રભુ ભક્તિમાં સદ્દબુદ્ધિ શું તુજ આવશે! કેવા કરું કાર્યો અને કે બનું આ વિશ્વમાં, કઈ રીતેથી વખણાઉં ને કેમ યશ પામું સર્વમાં; આવી અહેનિશ ધારણ, તુજ અંતરે લાગી રહી, હા! હા! જવું પણ શીઘથી, એ કેમ સમજે તું નહિ!. ૨ વિલાસિનીના વિલસતા વિલાસમાં બહુ હર્ષથી, તાતા અને માતા વળી ભજન કરે અતિ વર્ષથી; સમુદ્ર પર્યત આણને વર્તાવી જેઓ રાજતા, જેને! સુતા ત્રણ હાથની ભૂમિ વિષે હા ! હા! થતા. જવું અને જોયું અને રોવું અરે આ મારું, માતા અને પિતા વળી પુત્રો વધુ ને સાસરું; આવી સ્થિતિ સહુ લેકમાં ચારે દિશે વ્યાપી રહી, પણ કોઈએ પ્રભુ પાદમાં, આ જીગરને સેપ્યું નહિ. શિશુપણું રમત કરી અજ્ઞાનમાં વિતાડીયું, તારૂણ્ય તે તરૂણી તણા પ્રવાહમાં હા ગાળીયું; બુદ્દાપણું આવી રહ્યું ચિંતા તણા ચોગાનમાં, હા! હા! ગયું પુણ્ય પ્રાપ્ત હારૂં-મનુષ્યપણું બેભાનમાં. ૫ પાંડુ થયા સહુ કેશ સુંદર, ભ્રષ્ટ થઈ દૂતાવળી, ચક્ષુ તણી ક્ષીણતા બની, અન્વેન્દ્રિઓ પણ ગઈ ગળી; સહુ હાડ કંપે અંગના રે લાકડી લેવાઈ ગઈ તેયે અરે અમદા તણું આનન વિષે દષ્ટિ રહી. તું દે ત્યજી છળ કપટ સઘળ મેહ માયાથી ભર્યા સહુ તાપ ટળશે તાહરા જે પાપથી જીવે કર્યા આનંદ થશે બહુ અંતરે ને સુખ લહેરો ઉS, સંપૂર્ણ હારી સત્વ સીમા હર્ષથી આવી જશે.

Loading...

Page Navigation
1 ... 319 320 321 322