________________
ગર્ભ વિચાર.
૨૩૩ ક્રિયા પણ તેવી જ છે, પણ માત્ર સવભાવની છાયા પાડવાનો પર છે તેવી માતાઓનાં સ્વભાવનું સ્તનપાન કરી, પુખ્ત ઉમરે પહેલાં પુત્ર-પુત્રીઓ પણ પોતપોતાનાં પુન્યના ઉદય મુજબ સવ વૈભવને ઉપભેગ કરે છે, તેમ છતાં પોતાનાં માતા પિતા સાથે વિનયપૂર્વક વતી શકે છે, ગુરૂ જનેમાં ભક્તિપરાયણ નીવડે છે, લજા, દયા, ક્ષમાદિ ગુણેમાં, અને પ્રભુપ્રાર્થનામાં આગળ વધે છે, અભિમાનથી વિમુખ રહી, મિત્રી–ભાવને સન્મુખ થાય છે. જીન્દગીના સાર્થક થગ્ય સત્સંગ કરી જ્ઞાન મેળવે છે, અને શરીરસંપત્તિ વગેરેથી ઉદાસ રહી આત્મસ્મરણમાં છનગી પૂર્ણ કરે છે; તેમજ સર્વ કે વિવેકષ્ટિવાળા સ્ત્રી પુરુષોએ આ અશુચિથી પ્રાપ્ત થયેલા ગંદા શરીરની નિપજ ઉપર ધ્યાન રાખી મમતા ઘટાડવી જોઈએ, મિથ્યાભિમાનથી પાછા હઠવું જોઈએ, મળેલી જીન્દગીનું સાર્થકય કરવા માટે, શુભ કાર્યો કરવામાં ઉધોગ કરવો જોઈએ, જેથી કરીને ઉપર કહેલાં ગભ વાસના દુઃખને અધીન થવું ન પડે,
ઈતિ ગભર વિચાર સંપૂર્ણ
મંગલમ્ સર્વ મંગલ માંગલ્ય, સર્વ કલ્યાણ કારણમ; પ્રધાન સર્વ ધર્માણા, જેન જયતિ શાસનમ,