________________
અધ્યયના (અથ સાથે)
૨૩૦
ઉજ્જવળ, દાષરહિત ઉજ્જવળ, શ`ખ અને ચંદ્રમાની પેઠે એકાંત ઉજ્જવળ, સ ધ્યાનમાં સર્વાંત્તમ એવુ' શુકલધ્યાન ધ્યાય છે. ૧૮ તે મેટા ઋષીર ( મહાવીરદેવ ) સમસ્ત ક' ખપાવીને જ્ઞાને કરી, ચારિત્રે કરી, દર્શીને કરી, સર્વોત્તમ લેાકને અગ્રભાગે ઉત્કૃષિ સાદિ અનત ભાગે સિદ્ધિગતિને પામ્યા. ૧૮ જેમ વૃક્ષાને વિશે શામલી વૃક્ષ પ્રસિદ્ધ છે, જે વૃક્ષને વિષે સુવર્ણ કુમાર દેવતાઓ તિસુખ વેઠે છે. વનને વિષે જેમ નđનવન શ્રેષ્ઠ કહ્યું છે તેમ શ્રી મહાવીરદેવ જ્ઞાને અને ચારિત્રે કરી પ્રજ્ઞાવત છે. ૧૯ શબ્દોમાં જેમ મેઘની ગર્જનાના શબ્દ, તારાઆને વિશે જેમ ચંદ્રમા અને સુગધીઓમાં જેમ ચંદૅન શ્રેષ્ઠ છે તેમ મુનિએમાં આકાંક્ષારહિત એટલે આલાક પલાકની વાંછના રહિત શ્રી મહાવીરદેવ શ્રેષ્ઠ કહ્યા છે. ૨૦ જેમ સુ` સમુદ્રોમાં સ્વયંભૂરમણ સમુદ્ર, નાગકુમાર દેવતાઓમાં ધણેદ્ર અને રસમાં શેરડીના રસ શ્રેષ્ઠ છે તેમ તપઉપધ્યાને કરી મુનિએમાં શ્રી મહાવીરદેવ શ્રેષ્ઠ છે. ૨૪ હાથીઓને વિષે જેમ ઐરાવત હાથી, મૃગાર્દિક જનાવરામાં સિંહ, પાણીમાં ગંગા નદીનું પાણી, પક્ષીઓને વિષે ગરૂડ પક્ષી (વેદેવ) પ્રધાન છે, તેમ નિર્વાણવાઢીએામાં જ્ઞાતપુત્ર શ્રી મહાવીરદેવ પ્રધાન કહ્યા છે. ૨૨ ચાદ્ધાઓમાં જેમ વિશ્વસેન (ચક્રવતી), લામાં જેમ અરવિંદ કમળ,૧ ક્ષત્રિયામાં જેમ દાતા-વાકય (વચન) પાળનારા એવા જે ચક્રવતી તે શ્રેષ્ઠ તેમ ઋષિઓને વિષે શ્રી વર્ધમાન સ્વામી શ્રેષ્ઠ કહ્યા છે. ૨૩ દાનમાં અભયદાન, સત્ય વચનમાં અનવદ્ય વચન અને તને વિષે બ્રહ્મચ† શ્રેષ્ઠ કહ્યું છે, તેમ સ લેાકમાં ઉત્તમ શ્રમણ જ્ઞાતપુત્ર શ્રી મહાવીરદેવ શ્રેષ્ઠ છે. ૨૪ સ્થિ તિવાળા લાકામાં જેમ લવ સક્ષમ દેવા ( પાંચ અનુત્ત ્ િવમાનવાસી દેવતા), સભામાં સૌધમ સભા, અને સર્વ ધર્મોમાં જેમ માધમ શ્રેષ્ઠ છે તેમ જ્ઞાતપુત્ર શ્રી મહાવીરદેવથી કાઇ ઉત્કૃષ્ટ જ્ઞાની નથી એટલે શ્રી મહાવીરદેવ સથી શ્રેષ્ઠ જ્ઞાની છે. ૨૫
જેમ પૃથ્વી સર્વ વસ્તુને આધાદ્ભુત છે તેમ શ્રી મહાવીરદેવ પણ પૃથ્વી સમાન તથા આઠ પ્રકારનાં ક્રમ ખપાવીને અભિલાષા રહિત, દ્રબ્યસ ંનિધિ તે ધન, ધાન્ય, દુઃ અને ચતુષ્પાદ અને ભાવસ ંનિધિ તે ક્રોધ, માન, માયા અને લાભ એ એ પ્રકારની
૧ સૂર્ય વિકાસી કમળ, ૨ કાઇ જીવતે પીડા ન થાય એવું.