________________
શ્રી શ્રોતા અધિકાર અથ શ્રી શ્રેતા અધિકારી
શ્રી નંદસૂત્રમાં શ્રોતા અધિકાર નીચે મુજબ છે – ગાથા-સેલ ઘણ, કુડગ, ચલણ, પરિપુણગ, પહંસ, મહિસ, મેસે ય; મગ, જલુગ, °બિરાલી, જાહગ, ૨, ૧ભેરિ, ''આભીરી સા. ૧
ચૌદ પ્રકારના શ્રોતા છે, તેમાં, ૧. સેલ ઘણ–તે પત્થર ઉપર જેમ મેઘ વરસે પણ પત્થર પાણીથી ભીંજાય નહિ, તેમ એકેક શ્રોતા વ્યાખ્યાનાદિક સાંભળે પણ સમ્યફ જ્ઞાન પામે નહિ, બુદ્ધ થાય નહિ.
દષ્ટાંત–કુશિષ્ય રૂપી પથર, સદગુરૂ રૂપી મેઘ અને બોધ રૂપ પાણ. મુંગશેલીઆ તથા પુષ્ઠરાવ મેઘનું દષ્ટાંત: જેમ પુષ્કરાવ મેઘથી મુંગશેલીઓ પલળે નહિ તેમ એકેક કુશિષ્ય મહાન સવેગાદિક ગુણયુક્ત આચાર્યના પ્રતિબધ્ધા પણ સમજે નહિ, વૈરાગ્ય રંગ પામે નહિ, માટે તે શ્રોતા છાંડવાયોગ્ય છે. એ અવિનિતનું દૃષ્ટાંત જાણવું.
- જેમ કાળી ભૂમિને વિષે મેઘ વરસે તે તે ઘણું ભીંજે તથા પાણી પણ રાખે. તથા ગધુમાદિક (ઘ પ્રમુખ) ની ઘણું નિષ્પત્તિ કરે, તેમ વિનિત સુશિષ્ય પણ ગુરૂની ઉપદેશરૂપ વાણી સાંભળી હૃદયમાં ધારી રાખે, વૈરાગ્યે કરી ભીંજાય અને અનેક બીજા ભવ્ય જીવને વિનય ધમ વિષે પ્રવર્તાવે, માટે તે શ્રોતા આદરવાયોગ્ય છે. ૧
૨ કુડગ:- કુંભનું દૃષ્ટાંત. તે કુંભના આઠ ભેદ છે, તેમાં પ્રથમ ઘડે સંપૂર્ણ ઘડાના ગુણે કરી વ્યાપ્ત છે તેના ત્રણ ગુણ ૧ તે મળે પાણી ભર્યા ચકાં કિંચિત બહાર જાય નહિ ૨ પતે શીતળ છે માટે બીજાની પણ તૃષા ઉપશમાવે-શીતલ કરે, ૩ પરની મલિનતા પણ પાણીથી દૂર કરે. તેમ એકેક શ્રોતા વિનયાદિ ગુણે કરી સંપૂર્ણ ભર્યા છે તે ત્રણ ગુણ કરે, ૧ ગુર્નાદિકને ઉપદેશ સર્વ ધારી રાખે-કિંચિત વિસારે નહિ. ૨ પોતે જ્ઞાન પામી શીતલ