________________
શ્રી પ્રતિકમણ સૂત્ર પંચ પરમેષ્ઠિના ૧૦૮ ગુણ અર્થસહિત
- અરિહંતના બાર ગુણ, ૧. જ્યાં જ્યાં ભગવંત સમારે ત્યાં ત્યાં ભગવંતના શરીરથી
બાર ગણું ઉંચું અશોકવૃક્ષ થઈ આવે તેની નીચે બેસીને
પ્રભુ દેશના આપે. ૨. ભગવંતના સમોસરણમાં પાંચ વર્ણનાં અચેત કુલોની વૃષ્ટિ
દેવતાઓ કરે. તે નાં બોટાં નીચે અને મુખ ઉપર રહે. ૩, જ્યારે ભગવંત દેશના છે, ત્યારે ભગવંતનો સ્વર અખંડ
છે થઇ આવે,
૪. ભગવંતની બન્ને બાજુએ, રત્નજડિત સુવર્ણની ડાંડીવાળા
વેત ચામરે વીંજાય. ૫. ભગવંતને બેસવા માટે, સિંહાસનરૂપે શોભાયમાન રત્નજડિત સિંહાસન થઈ આવે, તે ઉપર બેસીને પ્રભુ
દેશના દે છે. ૬. ભગવંતના મસ્તકના પાછલા ભાગે, સૂર્યથી પણ અધિક
પ્રકાશવાળું ભામંડળ થઈ આવે, હ, ભગવંતના સમોસરણમાં ગજરવ શબદવાળી ભેરી વાગે, ૮. ભગવંતના મસ્તક ઉપર અતિશય ઉજજવળ એવાં ત્રણ
છો થઈ આવે, ૯. જ્યાં જ્યાં ભગવંત વિચરે, ત્યાં ત્યાં ભગવંતની ચારે બાજુ
પચીશ પચીશ જે જન સુધીમાં પ્રાય: રોગ, વૈર, ઉંદર, મારી, મરકી, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, દુકાલે, પોતાના તથા પરના
સૈન્યને ભય, એટલા વાનાં થાય નહિ ૧૦. કેવળજ્ઞાન વડે ભગવંત લોક અને અલકનું સ્વરૂપ સર્વ
પ્રકારે દેખી રહ્યા છે, ૧૧, ભગવંતની રાજા, બળદેવ, વાસુદેવ, ચક્રવર્તિ, ભવનપતિ,
વાણવ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક પ્રમુખ ભવ્ય સેવા
ભક્તિ કરવાની અભિલાષા રાખે છે. ૧૨ ભગવંત એવી વાણીથી દેશના દે છે કે, દેવતા મનુષ્ય
અને તિય"ચ, એ સેવે પોતપોતાની ભાષામાં સમજી જાય,