________________
હતું.
થી છ કાયના બેલ સૂપડે સેવાથી, ૪. ઝાટકવાથી, ૫ બંતવાથી, ૬ વિંજવાથી, ૭ તાલટા વગાડવાથી, ૮ વિંઝણે વિંઝવાથી, ૯ હીચાળે હીંચવાથી, એ આદિ લઈને ઘણી જાતનાં શ કરી હણાય છે. એકવાર ઉઘાડે માટે બોલવાથી વાયરાના અસંખ્યાતા જીવ હણાય છે, તેમાંથી એક જીવ નીકળીને વડના બીજ જેવડી કાયા કરે તો એક લાખ જેજનને જંબુદ્વીપ છે તેમાં સમાય નહિ, તેનાં કુળ સાત લાખ કેડ છે. તેનું આઉખું જઘન્ય અંતમુહૂર્તનું, ઉત્કૃષ્ટ્ર ત્રણ હજાર વર્ષનું. તેની દયા પાળીએ તે મોક્ષનાં અનંતાં સુખ પામીએ.
(૫) વનસ્પતીકાયના બે ભેદ–સૂક્ષ્મ ને બાદર, સૂક્ષ્મ તે કેને કહીએ ? હણ્યા હણાય નહિ, માર્યા મરે નહિ, બાળ્યા બળે નહિ, તે આખા લેકમાં ભર્યા છે પણ આપણી નજરે આવે નહિ, તેને સૂક્ષ્મ કહિએ. - હવે બાહર વનસ્પતીના બે ભેદ-પ્રત્યેક ને સાધારણ પ્રત્યેક કેને કહીએ ? શરીરે શરીરે એકેકે જીવ હોય તેને પ્રત્યેક કરીએ, અને એક શરીરે અનંતા જીવ હેય તેને સાધારણ કહીએ, હવે પ્રત્યેકનાં નામ કહે છે – પહેલે બેલે વૃક્ષ ને વેલાની જાત, ૨ રીંગણું તળસી ને ગુલમની જાત, 3 એરડા આકડા ધતુરાની જાત, ૪ દાડમ સેલડી ને કેળાંની જાત, ૫ થ્રો કેવડો દાભડે ને તરણાની જાત, ૬ કુલ કમળ ને નાગરવેલની જાત, ૭ બોરડી કેવડ ને કસેલાંની જાત, ૮ જુવાર, બાજર, મઠ, મકાઈની જાત, ૯ તાંજલજ, સુવા, મઘરી, વાલોળફળીની જાત, એ આદિ લઈને ઘણી જાતની પ્રત્યેક વનસ્પતી છે. તેમાં ભગવાને ત્રણ પ્રકારના જીવ કહ્યા છે. સંખ્યાતા, અસંખ્યાતા અને અનંતા, તેની કથા પાળીએ તે માક્ષનાં અનંતા સુખ પામીએ.
હવે સાધારણ વનસ્પતીનાં નામ કહે છે--૧ પહેલે બેલે લીલફલ અને સેવાળની જાત, ૨ ગાજર ને મૂળાની જાત, ૩ ડુંગળી ને લસણની જાત, ૪ આદુ ને ગરમરની જાત, ૫ રતાળુ ને પીંડાની જાત, ૬ કંટા, થેર, ખરસાણ, કંવાર ને શેલરની જાત, હું સાથ ને લણીની જાત, ૮ ઉગતા અંકરા અને કણી કાકડીની જાત એ આદિ લઈને ઘણી જાતની સાધારણ વનસ્પતી છે, એક