________________
શ્રી પ્રતિક્રમણ સૂત્ર
૧૯ શુધ્ધ કરણી, ૨૦ સંવર ધર, [પાપને રોકે, ૨૧ પિતાના દોષ ટાળે, ૨૨ સર્વ વિષયથી વિરક્ત હય, ર૩ મૂળ ગુણ પચખાણુ[ પહેલાં પાંચ ] મહાવ્રત પાળે, ૨૪ ઉત્તરગુણ પચખાણ [ એ સિવાયનાં વ્રત પાળે ]. ૨૫ ભાવસહિત કાઉસગ કરે, ૨૬ પ્રસાદ રહિત વરતે, ૨૭ હમેશાં ચારિત્રને વિષે સાવધાન રહે ૨૮ ધ્યાન ધરે, ૨૯ મરણાંત દુઃખ પડેથી પણ ભય ન પામે, ૩૦ સ્ત્રી આદિના સંગને છાંડે, ૩૧ પ્રાયશ્ચિત લે [ વિશુદ્ધિ કરે ]. ૩૨ મણકાળે આરાધના કરે, તેત્તીસાએઆસાયણ –તેત્રીશ પ્રકારની ગુરૂની અસાતના તે અવિનયને ટાળ-૧ ગુરૂની આગળ આગળ ચાલે તે અવિનય કર્યો, ગુરૂની જોડાજોડ ચાલે, ૩ ગુરૂને ભરાઈને ચાલે, ૪ ગુરૂને કુંડ દઈ ઉભો રહે, ૫ ગુરૂની જોડાજોડ ઉભો રહે, ૬ ગુરૂની પુઠે અડીને ઉભો રહે, ૭ ગુરૂની આગળ બેસે, ૮ ગુરૂની જોડાજોડ બેસે, ૯ ગુરૂને અડીને બેસે, ૧૦ ગુરૂ પહેલાં આચમન લીએ, ૧૧ ગુરૂની સાથે દિશાએ ગયો હોય અને આવ્યા પછી તે પહેલાં ઈરિયાવહી પડિકમે, ૧૨ કે માણસને ગુરૂ બોલાવવા ચાહે છે તે અગાઉ પિતે તે માણસ સાથે વાત કરવા મંડી જાય ૧૩ પિતે સુતે હેય ને જાણ પણ હેય ને ગુરૂ સાદ કરે તે બોલે નહિ, ૧૪ પોતે આહાર પાણી લાવ્યા તે પહેલાં ગુરૂને દેખાયા વિના બીજાને દેખાડે, ૧૫ પોતે આહાર પાણી લાવ્યો તે પહેલાં પોતાના શિષ્યને દેખાડે ને પછી પિતાના ગુરૂને દેખાડે, ૧૬ પોતે જે લાવ્યો છે તે પહેલા પોતાના શિષ્યને દઈને પછી ગુરૂને દે, ૧૭ પિતાને શિષ્ય આહાર પાછું લાવ્યો છે તે ગુરૂને પૂછ્યા વિના બીજાને આપે. ૧૮ ગુરૂઆદિ સાથે આહાર કરવા બેઠા ને પિતે ઉતાવળે ઉતાવળ સારૂં સારું ખાઈ જાય, ૮ ગુરૂ બોલાવે ને બોલે નહિ, ૨૦ ગુરૂએ બો. લાવ્યા છતાં બેઠે બેઠે હેકાર કરે પણ આવીને જવાબ ન દે, ૨૧ ગુરૂ બેલાવે ત્યારે જોરથી બેલે કે શું કહે છે? ૨૨ ગુરૂ કામ કહે તો ઉલટું કહે કે તમે કરો, ૨૩ ગુરૂને આકરે વચને બોલાવે, ૨૪ ગુરૂને તિરસ્કારે બોલાવી વચન ન માને. ૨૫ ગુરૂ કથા કહે છે તેમાં આડું બેલે કે આમ કહે, ૨૬ ગુરૂ કથા કહે છે તેમાં કહે કે તમે શું ભુલી ગયા કે! ર૭ ગુરૂ ધર્મકથા કહે તેમાં રાજી ન રહે, ૨૮ ગુરૂની ધર્મકથામાં ભેદ પાડે, ૨૯ ગુરૂ ધર્મકથા કહેતા હોય તેમાં પિતે આડો પડી જુદું બતાવે, ૩૦ ગુરૂનું વાંકું બેલે, ૩૧ ગુરૂની પથારી ન કરી આપે. ૩૨ ગુરૂની પથારી ખુંદી નાખે, ૩૭ ગુરથી ઉંચે આસને બેસે, એ તેત્રીશ પ્રકારથી ચાલે તેથી ગુરૂને અવિનય થાય માટે તેમ કરવું નહિ. અરિહંતાણું આસાયણાએ—