________________
શ્રી પ્રતિક્રમણ સૂત્ર. એકઠાં કરે. ૧૩ જ્ઞાનને માર્ગ ન પાળે, ૧૪ અધમ–પ્રયોગ એટલે મંત્ર જંત્ર આદિકની સાધના કરે, ૧૫ ચારિત્ર લીધા પછી વિષયની વાંછના કરે, ૧૬ પિતે વિદ્વાન ન હોય ને હું બહુ વિદ્વાન છું એમ ડોળ બતાવે. ૧૭ તપસ્વી ન હોય ને કહે કે હું તપસ્વી છું, ૧૮ ઘરમાં ઘાલી કોઈને અગ્નિએ બાળે તથા ધુમાડાથી ગુંગળાવે. ૧૯ પોતે પાપ કરી બીજાને માથે નાખે, ૨૦ કોઈનું રહસ્ય કામ ભર સભામાં કહી દે, ૨૧ હમેશાં ક્રોધ તથા કલેશ કરે ૨૨ વિશ્વાસઘાત કરે, ૨૩ કઈ પુરૂષથી પ્રીતિ લગાડી તેની સ્ત્રીને ભેળવે, ૨૪ પોતે કુંવાર નથી ને કુંવારે કહે. ૨૫ જેણે પિતાને ધન આદિકે વધાર્યો તેનું માઠું ચિંતવે, ૨૬ બ્રહ્મચારી ન હેય ને કહે કે હું બ્રહ્મચારી છું. ૨૭ જેને પ્રતાપે લેકમાં પ્રસિદ્ધ થયેલ હોય, મહત્ત્વ પામે છે તેને હાનિ કરે, ૨૮ દેશની જેને શિર ચિંતા છે તેને હણે, ૨૯ કાંઈ દેખતે ન હોય તે પણ કપટ કરી કહે કે હું જ્ઞાનમાં દેવતાદિકને પ્રત્યક્ષ દેખું છું, ૩૦ દેવને અવગણે કે દેવ આવે કે કે મને કાંઈ આપે નહિ. એ ત્રીસ પ્રકારનું કામ કરે તે મહામહની કર્મ બધેિ. એગતિસાએસિદ્વાઈગુણહિં–એકત્રીશ સિદ્ધ ભગવાનના ગુણ કહે છેપાંચ સંડાણુ-૧ પરિમંડળ, ૨ વાટલ ( નક્કર ગોળ. ) ૩ ત્રીકેણ ૪ ચોખણ, ૫ લાંબુ. પાંચ વર્ણ-૬ કાળો, ૭ લીલો, ૮ રાત, ૯ પીળો, ૧૦ ધોળો, પાંચ રસ ૧૧ ખાટ, ૧ર મીઠ, ૧૩ કડ, ૧૪ કસાયલે, ૧૫ તીખે. બે ગંધ-૧૬ સુગંધ, ૧૭ દુર્ગધ આઠ સ્પર્શ–૧૮ ખરખરો, ૧૯ સુહાળો, ૨૦ ઉને, ૨, ટાઢ, ૨૨ હળવે, ૨૩ ભારે, ૨૪ લુખે, ૨૫ ચોપડે. ત્રણ વેદ ૨૬ સ્ત્રી, ૨૭ પુણ્ય ૨૮ નપુંસક, એમાંનું સિદ્ધને કાંઈ નથી તથા ૨૯ અશરીરપણું, ૩૦ અસંગપણું છે, ૩૧ જ્ઞાનાવરણી આદિ આઠ કર્મ ખપાવ્યાં છે. તે કુલ એકત્રીશ સિદ્ધના ગુણ. બત્તી સાએ જોગસંગહિં-બત્રીસ પ્રકારના જગને સંગ્રહ કરે તે કહે છે૧ શિષ્ય આચાર્ય જેવો થાય તેને માટે તેને જ્ઞાન દેવું, ૨ પિતાનું આચા“પણું ( જ્ઞાન ) તે બીજા આગળ પ્રકાશ કરવું, ૩ કઠણ વખતે પણ ધર્મની દઢતા મુકે નહિ. ૪ આ લોક પરલોકને વિષે ફળની ઈચ્છા રહિત તપ કરે, ૫ શિક્ષા મળી તે પ્રમાણે વર્તવું ને નવી ગ્રહણ કરતાં જવું. ૬ મમતા ન કરે, ૭ છાનું તપ કરે, ૮ નિર્લોભપણું રાખે, પરિસહ [ ઉપસર્ગ ] છો, ૧૦ સરસ ચિત્ત રાખે, ૧૧ શુદ્ધ સંજમ પાળે, ૧૨ સમકિત શુદ્ધ રાખે, ૧૩ ચિત્તની સમાધિ રાખે ૧૪ કપટ રહિત આચાર પાળે, ૧૫ વિનય બરાબર કરે, ૧૬ સંતકીપણું, ૧૭ વૈરાગીપણું, ૧૮ કપટ રહિતપણું,