________________
શ્રી પ્રતિકમણ સૂત્ર
ચાલે, તે વાંસે શેષ સાધુ ચાલે, સ્વામી પગ ધરે ત્યાં લાખ પાંખડીનું પદ્મ કમળ-ફુલ થઈ આવે, પાછા પગ ઉપાડે ત્યારે વીસરાળ થઇ જાય, નદી નાળાં આવે ત્યાં પાજ બંધાઈ જાય. કાંટા સમ મુખે હોય તે ઉંધે મુખે થઈ જાય, સ્વામિજી હજારે ગાઉને વિહાર કરી બાગ બગીચામાં વનપાળની આજ્ઞા લઈ સાસરે, ત્યાંથી પચીશ પચીશ જજનામાં માર નહિ, મરકી નહિ, સ્વચક પરચકના ભય નહિ, સાત પ્રકારની ભીતિ માત્ર રહે નહિ, ઝાઝું મિથ્યાત્વ હોય ત્યાં ત્રિગડા ગઢની રચના થઈ આવે, રૂપાનો ગઢ ને સેનાના કાંગરે, સેનાને ગઢ ને રત્નના કાંગર, રત્નને ગઢ અને મણિરત્નના કાંગરા, ચાર દિશાએ ચાર ચાર દરવાજા થઈ આવે, એક એક દરવાજે વીશ વીશ હજાર પગથી થઈ આવે, સમોસરણને મધ્ય ભાગે ફાટિક રનનું સિંહાસન થઈ આવે, બારગણું અશેકવૃક્ષ થઈ આવે, અંબોડાને ઠેકાણે ભામંડળ થઈ આવે, ઉપર ચોવિસ જોડા ચામરના થઇ આવે, વનપાળ જઈ રાજાદિકને વધામણું આપે, બાર પ્રકારની પ્રખદા વખાણ- વાણી સાંભળે, સૌ સૌની ભાષામાં સૌ સમજી જાય, કેઈને શંકા ઉપજે નહિ. ભવનપતિ અને તેની દેવી, વાણવ્યું. તર અને તેની દેવી, તિષી અને તેની દેવી, વૈમાનિક અને તેની દેવી, મનુષ્ય અને મનુષ્યાણી, તિય"ચ ને તિય"ચણ એ બાર જાતની પ્રખદા વખાણવાણી સાંભળતાં કે કોઈનું વેર ઉલસે નહિ, ધન્ય તે મહારાજ જ્યાં જ્યાં દેશના દેતા થા વિચરતા હશે ત્યાં ત્યાં રાઇસર, તલવર, માડબિ, કેડંબ, શેઠ, સેનાપતિ, ગાથાપતિ, સ્વામીની દેશના સાંભળી કશું પવિત્ર કરતા હશે, દર્શન દેદાર કરી નેત્ર પવિત્ર કરતા હશે, અનાદિક ચક પ્રકારનું દાન દેઈ કર પવિત્ર કરતા હશે. તેને ધન્ય છે, સ્વામિનાથ તમે પંચ મહા વિદેહ ક્ષેત્રને વિષે બિરાજે છે. હું અપ રાધી, દીન, કિંકર, ગુણહીન, ઈહાં બેઠે છે, તમારા જ્ઞાન, દર્શન ચારિત્ર, તપ સંબંધી અવિનય, અશાતના, અભકિત, અપરાધ કર્યો હોય તો મન વચન કાયાએ કરી હાથ જોડી મસ્તક નમાવી ભુજે ભુજે કરી ખમાવું છું, (તિખુત્તોના પાઠ ત્રણ વાર કહે).
બીજા ખામણાં. બીજા ખામણાં અનંતા સિદ્ધ ભગવંતને કરું છું, તે ભગ