________________
-
૧૪
સમ્યગ્દર્શન - અભ્યાસ
૧. નવેસરથી શરૂઆત - ચાલો એકડો ફરીથી ઘૂંટીએ?
૧. ધર્મની શરૂઆત સમ્યગ્દર્શનથી જ થાય છે. સમ્યગ્દર્શન અર્થાત્ સ્વાનુભૂતિ જ - આત્માનુભૂતિનું - પ્રથમ પગથિયું છે. ધર્મનો એકડો છે, શાશ્વત સુખ મેળવવાનો એક માત્ર ઉપાય છે. એ સિવાય ગમે
તેટલાં વ્રત-તપ, પૂજા-ભક્તિ, દયા-દાન કે શાસ્ત્રાભ્યાસ કરે તે સમ્યક નામને પ્રાપ્ત થતાં નથી. એ
બધું એકડો શીખતા બાળકના લીટોડા બરાબર છે. ૨. “ખબર પોતા વિના, ખોટ ભાંગે નહિ; નીર આવે નહિ કુંભ કાશે.”
“પોતે પોતાને જાણયા વિના બાકી બધું મુસાભાઈના વાને પાણી જેવું.”
આત્મતત્વચિંતવ્યા વિના, સાધના સર્વ જુઠ્ઠી.” ૩. પણ પોતે કોણ છે? કેવો અને કેવડો છે? પોતે પોતાથી જ કેમ રિસાઈ ગયો છે? અને એને
મનાવીને કેમ મેળવી શકાય? તે વાત સર્વજ્ઞ વીતરાગી દેવો સિવાય બીજું કોઈ સંપૂર્ણ જાણતું નથી.
વીતરાગ માર્ગ વિના જીવ બીજી કોઈ રીતે પોતાને મેળવવા મથે તો પણ તે મળી શકે તેમ નથી. ૪. “હું કોણ છું? ક્યાંથી થયો? શું છે સ્વરૂપ મારું ખરું? કોના સંબંધે વળગણા છે, રાખું કે એ પરિહરું?
એના વિચાર વિવેકપૂર્વક, શાંત ભાવે જો ક્ય; તો સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્ત્વ અનુભવ્યા.” ૫. સર્વજ્ઞદેવોએ દર્શાવેલ જીવનું સ્વરૂપ શું છે? તે સ્વરૂપથી વિરૂપ કેમ થયો છે? અને કેમ કરતાં ફરી
સ્વરૂપદશા સાધે, તે જાણી, તેમાં એકાગ્ર થાય, તેની પ્રતીતિ આવે ત્યારે સાચી સમજણ થાય. જ્ઞાનથી પોતે જેવો અને જેવડો જાણ્યો તેવો અને તેટલો શ્રદ્ધામાં - પ્રતીતમાં - દશનમાં ભાસે ત્યારે પોતે પોતાને પામ્યો કહેવાય. જ્ઞાન-દર્શન પર્યાયની એકતા સાધી ધુવ દ્રવ્યને ભજે - ચમે - સ્પર્શે, તેની સાથે તાદાત્મ અનુભવે તે સમકિત છે - સમ્યગ્દર્શન છે - સ્વાનુભૂતિ છે. ‘રસ સ્વાદત સુખ
ઉપજે- એનું નામ અનુભવ. ६. "वस्तु विचारत ध्यावतै, मन पावै विश्राम । रस स्वादत सुख ऊपजै, अनुभौ याकौ नम ॥"
“જ્ઞાન, ધ્યાન, વૈરાગ્યમય, ઉત્તમ જહાં વિચાર; એ ભાવે શુભ ભાવના, તે ઊતરે ભવ પાર.” ૭. વીતરાગ પ્રણિત શાસ્ત્રો અને સ્વાનુભવ દ્વારા સમ્યગ્દર્શનનું માહાત્મ, તેનું સ્વરૂપ અને તેને પ્રાપ્ત
કરવાની વિધિ, પિતા-પુત્રને, ગુરુ - શિષ્યને, ભગવાન - ભક્તને સમજાવે તે કરુણા રાાથે જ્ઞાનીઓએ કોઈ દિવસ નહિ સાંભળેલ વિષયો જેવા કે ઉપાદાન-નિમિત્ત, નિશ્ચય-વ્યવહાર, કમબદ્ધ પર્યાય,
દ્રવ્યની સ્વતંત્રતા વગેરે વિષયોનો અભ્યાસ સમ્યગ્દર્શનને સમજવાના વિસ્તાર અર્થ જ છે. ૮. પૂજ્ય ગુરુદેવ શ્રી કાનજી સ્વામીએ અનેક શાસ્ત્રોના સારને સમાવતું નિશ્ચય અને વ્યવહાર ધર્મનું સ્વરૂપ
એક વાક્યમાં સ્પષ્ટ કરી મુમુક્ષુઓના સંશયોનું નિરાકરણ કર્યું છે. “જેઓ વીતરાગ ભગવંતોએ પ્રરૂપેલ વ્યવહારને માનતા નથી તેઓ નિશ્ચયાભાસી છે, અને આ વ્યવહારને ધર્મ માને તે વ્યવહારાભાસી છે.'જ્યાં