________________
१२
જુદા જુદા મહાપુરુષોમાં એ દેવભાવ વધારે દૃઢ મનાવવાને પ્રયત્ન એ જ સર્વે સપ્રદાયાના આચાર્યાં, સાધુ, પડિતા વગેરેનાં જીવનકાયના ઇતિહાસ થયેા છે. એમાંથી ચમકારાની, ભૂતકાળમાં થયેલી આગાહીએની અને ભવિષ્યકાળ માટે કરેલા અને સાચા પડેલા વર્તારાઓની આખ્યાયિકાએ રચાયેલી છે, અને એના વિસ્તાર એટલે અધા વધી ગયા છે કે જીવનચરિત્રમાંથી સેંકડે નેવું કે એથી વધારે પાનાં એ જ વસ્તુથી ભરેલાં હોય છે. આનું સામાન્ય જનતાના મન ઉપર એવું પરિણામ થયું છે કે માણસની એનામાં રહેલી પવિત્રતા, લેાકેાત્તર શીલસ ંપન્નતા, દયા આદિ સાધુ અને વીર પુરુષના ગુણાને લીધે એની કિ ંમત એ આંકી શકતા નથી. પણુ ચમત્કારની અપેક્ષા રાખે છે, અને ચમત્કાર કરવાની શક્તિ એ મહાપુરુષનું આવશ્યક લક્ષણુ માને છે. શિલાની અહલ્યા કરવાની, ગેાવનને ટચલી આંગળી પર ઊંચકવાની, સૂર્યને આકાશમાં થેાભાવી રાખવાની, પાણી પી ચાલી જવાની, હજારા માણુસાને એક ટાપલી રોટીથી જમાડવાની, માઁ પછી સજીવન થવાની • વગેરે વગેરે દરેક મહાપુરુષના ચરિત્રમાં આવતી વાર્તાએના રચનારાઓએ જનતાને આ રીતે ખાટા દૃષ્ટિબિંદુમાં ચઢાવી દીધી છે. આવા ચમત્કારે કરી બતાવવાની શક્તિ સાધ્ય હોય તોયે તેથી જ કેાઈ માણુસ મહાપુરુષ કહેવડાવવાને લાયક ન ગણાવા જોઈ એ. મહાપુરુષોની ચમત્કારા કરવાની શક્તિ કે અરેબિયન નાઇટ્સ ’ જેવાં પુસ્તકેામાં આવતી જાદુગરેની શક્તિ એ મેઉની કિંમત માણુસાઇની દૃષ્ટિએ સરખી જેવી જ છે. એવી શક્તિ હોવાથી કાઈ પૂજાપાત્ર ન થવા જોઈએ. રામે શિક્ષાની અહલ્યા કરી, કે પાણી પર પથ્થર તરાવ્યા એ વાત કાઢી નાખીએ, કૃષ્ણ કેવળ માનુષી શક્તિથી જ પોતાનું જીવન જીવ્યા એમ કહીએ, કંશુએ એક પણ ચમત્કાર બતાવ્યા નહાતા એમ માનીએ, છતાં રામ, કૃષ્ણ, યુદ્ધ, મહાવીર, ઈશુ વગેરે પુરુષો માનવજાતિના શું કામ પૂજાપાત્ર છે એ દૃષ્ટિથી આ ચરત્ર આલેખવાના પ્રયત્ન છે. એ કેટલાકને ન
6