________________
એથી ડેક ગોટાળો ઉત્પન્ન થયો છે, અને તેથી એ શબ્દપ્રયોગ આ આવૃત્તિમાંથી કાઢી નાખે છે.
આ દૂકાં ચરિત્રોની સાચી ઉપયોગિતા કેટલી? ઇતિહાસ, પુરાણ કે બૌદ્ધ-જેન-ખ્રિસ્તી શાસ્ત્રોનો બારીક અભ્યાસ કરી, ચિકિત્સક વૃત્તિથી મેં કાંઈ નવું સંશોધન કર્યું છે એમ કહી શકાય એમ નથી. એ માટે વાચકે શ્રી ચિંતામણિ વિનાયક વૈદ્ય કે શ્રી બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય વગેરેનાં વિદ્વત્તાપૂર્ણ પુસ્તકોને અભ્યાસ કરવો જોઈએ. વળી ચરિત્રનાયકે વિષે અસાંપ્રદાયિક દષ્ટિ રાખ્યા છતાં રાજના ધાર્મિક વાચનમાં ઉપયોગી થઈ શકે એવાં ઢબ કે વિસ્તારથી સારાં ચરિત્રો લખાયેલાં નથી. એવાં પુસ્તકની જરૂર છે એમ હું માનું છું. પરંતુ તે કાર્ય ઉપાડવા માટે જે અભ્યાસ જોઈએ તે માટે હું સમય કે શક્તિ મેળવી શકીશ એવો સંભવ જણાતું નથી. ત્યારે, મારી આ લેખમાળાનું પ્રયોજન આટલું જ છે –
માણસ સ્વભાવથી જ કોઈકને પૂજતે હોય છે જ. કેટલાકને દેવ કરીને પૂજે છે તે કેટલાકને મનુષ્ય સમજતો હતાં પૂજે છે. જેને દેવ કરીને પૂજે છે, તેને પિતાથી અલગ જાતિને સમજે છે, જેને મનુષ્ય રાખીને પૂજે છે, તેને એ પિતાનો –ઓછેવત્તે – આદર્શ કરીને પૂજે છે. રામ-કૃષ્ણ-બુ–મહાવીર-ઈશુ વગેરેને જુદી જુદી પ્રજાના લેકે દેવ બનાવી – અ-માનવ કરી–- પૃજતા આવ્યા છે. એને આદર્શ કરી એના જેવા થવાની હોંશ રાખી પ્રયત્ન કરી પિતાને અભ્યદય સાધવો એમ નહીં, પણ એનું નામોચ્ચારણ કરી, એમાં ઉદ્ધારક શક્તિનું આરોપણ કરી તેમાં વિશ્વાસ મૂકી પિતાને અસ્પૃદય સાધો. એ આજ સુધીની આપણું રીત છે. એ રીત ઓછીવત્તી પણ અંધશ્રદ્ધા – એટલે બુદ્ધ ન ચાલે ત્યાં સુધીની જ માત્ર શ્રદ્ધાની છે. વિચાર આગળ એ ટકી શકતી નથી.