________________
સુધારે કર્યો છે તેથી મારા ટીકાકારોને સંતે પી શકીશ એવી ખાતરી. આપી શકતો નથી. ઊલટું, આ જીવનચરિત્રના પ્રતાપ નાયકે પ્રત્યે મારું વલણું જ્યાં જ્યાં પહેલી આવૃત્તિમાં મોઘમ રહેલું હતું તે વધારે સ્પષ્ટ થયું છે.
આ જીવનચરિત્રમાળાનું નામ નવજીવન પ્રકાશન મંદિરે પહેલી આવૃત્તિમાં “અવતારલીલા લેખમાળા” રાખેલું અને તે મેં રહેવા દીધું હતું. પણ એ નામની એગ્યતા વિષે મારા મનમાં શંકા હતી જ. “અવતાર” શબ્દની પાછળ સનાતની હિંદુના મનમાં જે વિશેષ કલ્પના રહેલી છે, તે કલ્પના મને માન્ય નથી એ તે પહેલી આવૃત્તિની પ્રસ્તાવના વાંચતાં જ સ્પષ્ટ થાય છે; અને તે કલ્પનાની સાથે પિછાતી ભ્રામક માન્યતા કાઢી નાખ્યા છતાં રામ-કૃષ્ણાદિક મહાપુરુષો પ્રત્યે પૂજ્યભાવ જાળવી રાખવો એ આ પુસ્તકને એક હેતુ છે એમ કહેવામાં હરકત નથી. વળી “અવતાર' શબ્દ સાથે “લીલા” શબ્દનું જોડાણુ વૈષ્ણવ સંપ્રદાયોમાં ખાસ પ્રકારની માન્યતા નિર્માણ કરે છે અને “લીલા” શબદ અનર્થમૂલક પણ થયો છે એમ મને લાગ્યું છે. આથી “ અવતારલીલા લેખમાળા’ એ નામ કાઢી નાખ્યું છે. - પણ મેં પ્રસ્તાવનામાં “ અવતારી પુરુષ' એવા શબ્દો આ ચરિત્રનાયકે વિષે વાપર્યા હતા અને તે ઉપરથી પ્રકાશકે “અવતારલીલા લેખમાળા” એવું નામ રાખ્યું હોય એ સંભવિત છે. ... મરાઠી ભાષામાં “અવતારી પુરુષ એક રૂઢિપ્રયોગ છે, અને તેને થે કેવળ વિશેષ વિભૂતિમાન પુરુષ એટલે જ થાય છે; અને એ રીતે શિવાજી, રામદાસ, તુકારામ, એકનાથ, લેકમાન્ય તિલક વગેરે કોઈ પણ લેકોત્તર કલ્યાણકાર શક્તિ પ્રગટ કરનાર જન “અવતારી પુરુષ” કહેવાય છે. એ શબ્દો વાપરવામાં મારા મનમાં એટલી જ કલ્પના હતી. પરંતુ ગુજરાતીમાં એ શબ્દપ્રયોગ ન કહેવાને લીધે