Book Title: Raj Hriday Part 05
Author(s): 
Publisher: Vitrag Sat Sahitya Prasarak Trust

View full book text
Previous | Next

Page 10
________________ પ્રસ્તાવના રજહૃદય' ભાગ-૫નું પ્રકાશન કરતાં અમોને અત્યંત હર્ષ થાય છે. પ્રસ્તુત ગ્રંથમાં કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાં પ્રકાશિત વચનામૃતો તથા પત્રો ઉપર સમાદરણીય સિદ્ધાંતનિષ્ઠ પૂજ્ય ભાઈશ્રી શશીભાઈના પ્રવચનોનું પ્રકાશન છે. ભાવનગરમાં ૧૯૮૯માં શ્રી સીમંધર સ્વામી દિગંબર જિનમંદિરમાં શ્રીમદ્ રાજચંદ્ર' ગ્રંથનો સળંગ સ્વાધ્યાય ચાલ્યો હતો. પ્રસ્તુત ધ્વનિમુદ્રિત પ્રવચનોના સી.ડી. પ્રવચનો શ્રી શશીપ્રભુ સાધના સ્મૃતિ મંદિરમાં નિયમિતરૂપે સાંભળવાનો નિત્યક્રમ ચાલી રહ્યો હતો. પ્રવચનો સાંભળ્યા બાદ ઘણા મુમુક્ષુઓને એવો ભાવ આવ્યો કે જો આ પ્રવચનો ગ્રંથારૂઢ થાય તો સર્વ મુમુક્ષુ સમાજને આત્મહિતમાં લાભનું કારણ થાય. આ ભાવનાના ફળસ્વરૂપે “રાજહૃદય' નામક ગ્રંથ પ્રકાશન કરવામાં આવી રહ્યો છે. આપણાં પરમ તારણહાર, સાગર સમાન ગંભીર, અધ્યાત્મયુગ દિવાકર પૂજ્ય ગુરુદેવશ્રી બનજીસ્વામીનો સમસ્ત મુમુક્ષુ સમાજ ઉપર અવિસ્મરણીય ઉપકાર વર્તે છે. આવા દુષમકાળમાં તીર્થકર જેવા યુગપુરુષનો જન્મ એ આપણાં સૌનું મહાન સદ્ભાગ્ય છે. પૂજ્ય ગુરુદેવશ્રીના વિશાળ અને ગહન શાસ્ત્ર અભ્યાસની શૃંખલામાં એક ગ્રંથ હતો “શ્રીમદ્ રાયંદ્ર પૂજ્ય ગુરુદેવશ્રીના પરિવર્તન બાદ તેઓશ્રીએ આ ગ્રંથ ઉપર પ્રવચનો પણ આપેલા છે અને ત્યારે કોઈ પૂછે કે, અમારે કયુ શાસ્ત્ર વાંચવું? તો પૂજ્ય ગુરુદેવશ્રી - કહેતા, શ્રીમદ્ રાજચંદ્ર વાંચો ! પૂજ્ય ગુરુદેવશ્રીના હૃદયમાં “કૃપાળુદેવ' પ્રત્યે કેટલું બહુમાન, ઉપકારબુદ્ધિ અને ભક્તિભાવ હતો તેનો પુરાવો છે “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર પર પ્રવચનો’. પાને પાને “કૃપાળુદેવના ગુણગ્રામ કરતો આ ગ્રંથ “કૃપાળુદેવનું પૂજ્ય ગુરુદેવશ્રીના હૃદયમાં શું સ્થાન હતું તેની પ્રસિદ્ધિ કરે છે ! પૂજ્ય ગુરુદેવશ્રીએ કહ્યું છે કે, “અત્યારે જે આ ‘સમયસાર’ વંચાય છે તે શ્રીમદ્ રાજચંદ્રનો ઉપકાર છે !” આપણા ગુરુવર કહાન' પણ જેમનો ઉપકાર માને છે અને જેમના ગુણગ્રામ કરતાં થાકતા નથી તો આપણને તો કેટલો ઉપકાર, ભક્તિ અને બહુમાન હોવા ઘટે તે સ્પષ્ટ સમજી શકાય એવી વાત છે. જન્મ-મરણ, માનસિક અને શારીરિક દુમ્બ, પીડા, બાધા, રોગ, શોક આદિ અનેક પ્રકારના દુખથી ગ્રસિત સંસારી જીવ અનેક વિડંબનાઓને ભોગવતા પરવશ બની કાળચક્રમાં પરિભ્રમણ

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 540