________________
... પ્રકાશકીય નિવેદન ....
કેવળ નામ નિક્ષેપે જ સ્થાપિત અમારી સંસ્થા “આટલી લાંબી હરણ ફાળ” ભરશે તેની કલપના અમને કેઈને પણ ન હતી. તેમજ પૂ. પં. શ્રી પૂર્ણાનંદવિજયજી મ. સા.ને સ્વપ્નમાં પણ ખ્યાલ ન હતું કે, નાની નાની પુસ્તિકાઓ ઉપરાંત દ્વાદશાંગીમાં સર્વશ્રેષ્ઠ ભગવતી સૂત્રની તથા માનવ જીવનને સર્વથા હેય અને ઉપાદેય પ્રશ્નવ્યાકરણ જેવા દ્વાદશાંગીના બંને અંગેની હું સેવા કરી શકીશ.
પરંતુ સર્વથા નિસ્પૃહ જીવન સાથે કાર્યશીલતા જ માનવ માત્રને ગમે તેવા કઠીન કાર્યોમાં પણ સફળીભૂત બનાવી શકે છે, તે આપણે પ્રત્યક્ષ અનુભવી શક્યા છીએ. કાર્યના પ્રારંભમાં જ અમે નિર્ણય કર્યું હતું કે, કેવળ સાહિત્ય સેવા સિવાય આપણે બીજું કંઈ પણ કરવું નથી. શાસનદેવની કૃપાથી મુંબઈના સંઘોએ તેમજ જૂદા જૂદા ભાગ્યશાળીઓએ અમને સહાયક બન્યા અને અમારું કામ આગળને આગળ ધપાવતા ગયા છીએ.
પ્રસ્તુત પ્રશ્નવ્યાકરણ ગ્રન્થમાં પણ એક હજાર નકલે મલાડ (વેસ્ટ) શેઠ દેવકરણભાઈ મૂલજીભાઈની પેઢીના જ્ઞાન ખાતામાંથી અને એક હજાર નકલે વરલી સંઘના જૂદા જુદા ભાગ્યશાળી ગૃહસ્થા તરફથી સહાયતા મળી છે તે માટે એને સંઘના અમે આભારી છીએ.
પૂ. પંન્યાસજીશ્રીને ઉપકાર ભૂલી શકાય તેવું નથી કેમ કે સાહિત્યની સેવા અમારા સાવ નાના સંઘને માટે ન કપી શકાય તેવી હકિકત છે. તેમ છતાં પૂ. પં.શ્રીની આજ્ઞાને માન્ય કરીને સમયે સમયે અમારાથી બનતું કર્યું છે અને ભવિષ્યમાં પણ કરીશું. ફરીથી પરમ દયાળુ પરમાત્માને પ્રાથએ છીએ કે અમને આવી સેવા ભવાંતરમાં પણ મળતી રહે. ૨૦૪૧ બેસતું વર્ષ
નિવેદક-પ્રકાશક.