________________
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા / ગાથા ૧૧૩૧
૨૫ અસંભ્રાંત શ્રાવક વિધિપૂર્વક પ્રતિષ્ઠા કરાવે. ત્યાં “વિધિકારિત” એ પ્રમાણે કહેવાયું તેને કહે છેઃજિનબિંબ કરાવણની વિધિને કહે છે –
ગાથા :
जिणबिंबकारणविही काले संपूइऊण कत्तारं ।
विहवोचिअमुल्लप्पणमणहस्स सुहेण भावेण ॥११३१॥ અન્વયાર્થ :
નિર્વિવIRUવિદી-જિનબિંબના કારણની વિધિ (આ છે –) જો વારં-કાળમાં કર્તાને=ઉચિત અવસરે જિનબિંબ બનાવનારા શિલ્પીને, સંપૂરૂ પૂજીને સુઇ માવેT=શુભ ભાવ વડે માદ અનઘ= નિર્દોષ એવા શિલ્પીને, વિવોદિમુથ્થvi-વૈભવને ઉચિત મૂલ્યનું અર્પણ કરવું જોઈએ.) ગાથાર્થ :
ઉચિત અવસરે જિનબિંબ બનાવનારા શિલ્પીને પૂજીને શુભ ભાવ વડે નિર્દોષ એવા શિલ્પીને પોતાની સમૃદ્ધિને અનુરૂપ મૂલ્યનું અર્પણ કરવું જોઈએ, આ જિનબિંબ કરાવવાની વિધિ છે. ટીકા? __ जिनबिम्बकारणविधिरयं द्रष्टव्यः, यदुत-काले शुभे सम्पूज्य कर्तारं वासचन्दनादिभिः विभवोचितमूल्यार्पणं सगौरवमस्य अनघस्येति अपापस्य शुभेन भावेन=मनःप्रणिधानेनेति गाथार्थः ॥११३१॥
ટીકાર્ય :
જિનબિંબને કરાવવાની વિધિ આ જાણવી, જે યહુતથી બતાવે છે – શુભ કાળમાં વાસચંદનાદિ દ્વારા સુગંધી ચંદન વગેરે દ્વારા, કર્તાને જિનનું બિંબ કરનારા શિલ્પીને, પૂજીને શુભ ભાવથી=મનના પ્રણિધાનથી, અનઘ એવા=અપાપ એવા, આને શિલ્પીને, ગૌરવસહિત વૈભવને ઉચિત મૂલ્યનું અર્પણ કરવું, એ પ્રમાણે ગાથાર્થ છે.
ભાવાર્થ :
અહીં અવ્યસની શિલ્પીની પૂજા કરીને શુભ ભાવ વડે પોતાના વૈભવ પ્રમાણે મૂલ્ય આપવાનું કહ્યું. તેથી એ પ્રાપ્ત થાય કે શિલ્પી ભગવાનની પ્રતિમા ઘડનાર છે, તેથી ભગવાનની પ્રતિમા ઘડનાર શિલ્પી અને ભગવાનની પ્રતિમાનો કથંચિત્ અભેદ ઉપચાર કરીને શિલ્પીનો અત્યંત આદર કરીને મનમાં શુભ પ્રણિધાન શ્રાવક કરે કે “આ શિલ્પી લોકોત્તમ પુરુષની પ્રતિમા ઘડનાર છે, તેથી આ શિલ્પીનો હું જે આદરસત્કાર કરીશ તે સર્વ પરમાર્થથી ભગવાનમાં જ વિશ્રાંત થશે. માટે હું આ શિલ્પીનો એ રીતે આદર-સત્કાર કરું કે જેથી તેને પણ ભગવાનના શાસન પ્રત્યે બહુમાનભાવ થાય અને તે પોતાની શક્તિના પ્રકર્ષથી ભગવાનની મૂર્તિનું સુંદર નિર્માણ કરે.” I૧૧૩૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org