________________
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા) ગાથા ૧૧૬૨ ટીકાર્થ:
અને આ=આવું આજ્ઞાનું કરણ=સર્વ ભાવો પ્રત્યે નિરપેક્ષ થવારૂપ ભગવાનની આજ્ઞાનું પાલન, ભાવસાધુને છોડીને=મૂકીને, અન્ય ક્ષુદ્ર જીવ કરી શકતો નથી.
કયા કારણથી અન્ય ક્ષુદ્ર જીવ કરી શકતો નથી? એથી હેતુને કહે છે –
સમ્યક તેના ગુણના જ્ઞાનનો અભાવ છે=આવા આજ્ઞાકરણના ગુણના જ્ઞાનનો અભાવ છે=સર્વ ભાવો પ્રત્યે નિરપેક્ષ થવારૂપ ભગવાનની આજ્ઞાના પાલનથી થતા લાભના જ્ઞાનનો અભાવ છે.
અહીં પ્રશ્ન થાય કે સમ્યગ્દષ્ટિ આદિ જીવોને નિરપેક્ષ આજ્ઞાકરણના ગુણનું જ્ઞાન હોવા છતાં તેઓ ભગવાનની નિરપેક્ષ આજ્ઞાનું પાલન કેમ કરી શકતા નથી ? તેથી બીજો હેતુ કહે છે –
અને તે પ્રકારના કર્મનો દોષ છે=ચારિત્રમોહનીયકર્મનો અપરાધ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ:
પૂર્વગાથામાં ગ્રંથકારે કહ્યું કે સર્વ ભાવો પ્રત્યે નિરપેક્ષ થવાની ભગવાનની આજ્ઞાનું પાલન કરવું એ સ્તુતિ કરવા યોગ્ય એવા ભગવાનમાં ઉચિત છે, અને ભાવસાધુ સિવાય આવું ભગવાનની આજ્ઞાનું પાલન કરવા અન્ય ક્ષુદ્ર જીવ સમર્થ નથી.
આ કથનમાં “અન્ય' શબ્દથી સંસારી જીવો, સમ્યગ્દષ્ટિ જીવો અને દેશવિરતિધર જીવોનો સંગ્રહ થાય છે; કેમ કે તેઓ સર્વ ભાવો પ્રત્યે નિરપેક્ષ થવાના યત્નસ્વરૂપ ભગવાનની આજ્ઞાનું પાલન કરવા સમર્થ નથી. તેથી મહાધર્યપૂર્વક યોગમાર્ગમાં પ્રવૃત્તિ કરવાનું સામર્થ્ય સંસારી જીવોની જેમ સમ્યગ્દષ્ટિ અને દેશવિરતિધર જીવોનું પણ નહીં હોવાથી તે અપેક્ષાએ સમ્યગ્દષ્ટિ અને દેશવિરતિધર જીવો પણ શુદ્ર જીવ જ છે.
અહીં પ્રશ્ન થાય કે ભાવસાધુથી અન્ય એવા સંસારી જીવો કેમ નિરપેક્ષ થવાની ભગવાનની આજ્ઞાનું પાલન કરવા સમર્થ નથી? તેથી કહે છે –
“આ પ્રકારની નિરપેક્ષ થવાની ભગવાનની આજ્ઞાનું પાલન કરવાથી વર્તમાનમાં પોતાને પરમ સ્વાથ્યરૂપ સુખ થાય છે, જે સ્વાથ્ય ઉત્તરોત્તર વૃદ્ધિ પામીને પૂર્ણ સ્વાથ્યમય મોક્ષમાં વિશ્રાંત થાય છે,” એ પ્રકારના ભગવાનની આજ્ઞાના પાલનથી થતા લાભના જ્ઞાનનો અભાવ હોવાથી, સંસારી જીવો વર્તમાનની અને ભવિષ્યની સુખની પરંપરાના કારણભૂત એવી નિરપેક્ષ થવાની ભગવાનની આજ્ઞાનું પાલન કરવા સમર્થ નથી.
અહીં પ્રશ્ન થાય કે સંસારી જીવોને તો ભગવાનની આજ્ઞાના પાલનથી થતા લાભનું જ્ઞાન નથી, માટે તેઓ ભગવાનની આજ્ઞાનું પાલન કરવા સમર્થ નથી, પરંતુ સમ્યગ્દષ્ટિ જીવો અને દેશવિરતિધર જીવોને તો પરમાર્થને જોવાની નિર્મળ દષ્ટિ પ્રાપ્ત થયેલી હોવાથી તેઓ ભગવાનની આજ્ઞાના પાલનથી થતા લાભને સારી રીતે જાણે છે, આથી જ તેઓ જિનાજ્ઞા પાળવા માટે બદ્ધઅભિલાષવાળા પણ હોય છે, છતાં તેઓ નિરપેક્ષ થવાની જિનાજ્ઞાનું પાલન કરવા કેમ સમર્થ નથી? તેથી કહે છે –
સમ્યગ્દષ્ટિ જીવોને અને દેશવિરતિધર જીવોને સર્વ ભાવો પ્રત્યે નિરપેક્ષ થવાની જિનાજ્ઞાના પાલનથી થતું વર્તમાનનું પારમાર્થિક સુખ અને ભાવિની પરંપરાનું પારમાર્થિક સુખ સ્વસંવેદનસિદ્ધ હોવાથી, તેમને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org