________________
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર | સ્તવપરિજ્ઞા / ગાથા ૧૧૯૮-૧૧૯૯
અહીં વિશેષ એ છે કે કોઈ આપત્તિ આવી પડે તે સમયે શારીરિક શક્તિ તે પ્રકારની નહીં હોવાને કારણે પોતાની વિશિષ્ટ લેશ્યાનો ધ્વંસ ન થાય તદર્થે સાધુ આપત્તિ નિવારણના ઉચિત ઉપાયો કરે તે સંભવે; પરંતુ જે સાધુ આપત્તિના સમયે પોતાનું ચિત્ત નિશ્ચલ ન રાખી શકે તે સાધુની વિશિષ્ટ લેશ્યા તત્કાલ કંઈક ન્યૂન થતી હોવાથી તેઓ સો ટચના સુવર્ણ જેવા સંપૂર્ણ ભાવસાધુ નથી; અને જે સાધુ પોતાની શારીરિક શક્તિ અનુસાર આપત્તિમાં પણ પોતાની વિશિષ્ટ લેશ્માનો ભંગ ન થાય તદર્થે આપત્તિના પરિહારમાં યત્ન પણ કરતા હોય, છતાં જેઓ પોતાનું ચિત્ત આપત્તિમાં પણ નિશ્ચલ રાખી શકે, તેઓ સો ટચના સુવર્ણ જેવા સંપૂર્ણ ભાવસાધુ છે. ૧૧૯૮
૧૧૬
અવતરણિકા :
પૂર્વની બે ગાથાઓમાં સુવર્ણની અને સાધુની કષાદિ ચાર પ્રકારની પરીક્ષા બતાવી. હવે તે સુવર્ણની પરીક્ષાથી ઉત્તીર્ણ એવું કયું સુવર્ણ તાત્ત્વિક છે ? અને કયું સુવર્ણ અતાત્ત્વિક છે ?; તેમ જ સાધુની પરીક્ષાથી ઉત્તીર્ણ એવા કયા સાધુ તાત્ત્વિક છે ? અને કયા સાધુ અતાત્ત્વિક છે ? તે સ્પષ્ટ કરે છે -
ગાથા :
तं कसिणगुणोवेअं होइ सुवण्णं न सेसयं जुत्ती । वि णामरूवमित्तेण एवमगुणो हवइ साहू ॥११९९ ॥
અન્વયાર્થ:
તં-તે=કષાદિ પરીક્ષાથી ઉત્તીર્ણ એવું સુવર્ણ, મિળમુળોનેસં કૃત્સ્ન ગુણોથી ઉપેત=સુવર્ણના સંપૂર્ણ ગુણોથી યુક્ત, સુવળ-સુવર્ણ હો છે. સેમ ખુત્તી-શેષ એવું યુક્તિ(સુવર્ણ) ન=નહીં=સુવર્ણ નથી. ળામમિત્તેળ વિ-વળી નામ અને રૂપમાત્રથી વં મુળો-આવા અગુણ=ઉપરમાં બતાવ્યા એવા ગુણો વગરના સાધુ, સાદૂ ળ દૈવજ્ઞ=સાધુ થતા નથી.
ગાથાર્થ:
કષાદિ પરીક્ષાથી ઉત્તીર્ણ એવું સુવર્ણ સંપૂર્ણ ગુણોથી યુક્ત તાત્ત્વિક સુવર્ણ છે, શેષ એવું નકલી સુવર્ણ તાત્ત્વિક સુવર્ણ થતું નથી. વળી નામ અને વેશમાત્રથી ઉપરમાં બતાવ્યા એવા ગુણો વગરના સાધુ તાત્ત્વિક સાધુ થતા નથી.
ટીકા
तत्कृत्स्त्रगुणोपेतं सद् भवति सुवर्णं तात्त्विकं, न शेषकं युक्तिरिति युक्तिसुवर्णं, नाऽपि नामरूपमात्रेण बाह्येन एवमगुणः सन् भावापेक्षया भवति साधुरिति गाथार्थः ॥ ११९९॥
ટીકાર્ય
તે=પૂર્વમાં બતાવેલ કાદિ ચાર પરીક્ષાથી ઉત્તીર્ણ એવું સુવર્ણ, કૃત્સ્ન ગુણોથી ઉપેત છતું=સંપૂર્ણ ગુણોથી યુક્ત છતું, તાત્ત્વિક સુવર્ણ થાય છે, શેષ યુક્તિસુવર્ણ નહીં=તાત્ત્વિક સુવર્ણથી શેષ એવું પ્રયોગ કરીને સુવર્ણના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org