Book Title: Panchvastuk Prakaran Part 06
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 271
________________ રપર અનુયોગગણાનુજ્ઞાવસ્તુક/ “અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા/ ગાથા ૧૨૯૬-૧૨૯૭ નક્કી થાય છે, જે પરીક્ષા ગ્રંથકારે પૂર્વમાં બતાવેલ છે; તેમ જ કષ-છેદ-તાપપરીક્ષાથી શુદ્ધ એવા સર્વજ્ઞવચનથી વિધાન કરાયેલ અનુષ્ઠાન અનુસાર દ્રવ્યસ્તવ કરવાથી ભાવસ્તવની પ્રાપ્તિ કઈ રીતે થાય છે? અને તે ભાવસ્તવથી કલ્યાણની પ્રાપ્તિ કઈ રીતે થાય છે? તે સર્વ ગ્રંથકારે યુક્તિથી અને અનુભવથી પૂર્વમાં બતાવેલ છે. આથી ફલિત થાય કે સર્વજ્ઞવચનથી ઉપલબ્ધ એવી દ્રવ્યસ્તવીય હિંસામાં અદોષાદિ ગુણોની પ્રાપ્તિ થાય છે, જ્યારે વેદવચનથી વિહિત એવી યાગીય હિંસામાં અદોષાદિ ગુણોની પ્રાપ્તિ થતી નથી; કેમ કે “યજ્ઞથી સ્વર્ગ પ્રાપ્ત થાય છે' ઇત્યાદિ વેદવચન સર્વજ્ઞકથિત નથી; કેમ કે મીમાંસકો સર્વજ્ઞને માનતા નથી અને આગમને અપૌરુષેય માને છે. આમ છતાં વેદવિહિત યાગીય હિંસાને અદોષકારી સ્થાપન કરવા માટે તેઓ યુક્તિ આપે કે જેમ દ્રવ્યસ્તવીય હિંસામાં અદોષાદિ છે, તેમ યાગીય હિંસામાં પણ અદોષાદિ છે; વસ્તુતઃ રત્ન જેવા સદ્દરૂપવચનથી પ્રવૃત્તિ કરવાથી જેવા ગુણોની પ્રાપ્તિ થાય, તેવા ગુણોની પ્રાપ્તિ અરત્ન જેવા વેદવચનથી પ્રવૃત્તિ કરવાથી થાય છે, એમ કહી શકાય નહીં. ૧૨૯૬ll અવતરણિકા : પૂર્વગાથામાં કહેલ કે વચનાંતરના ગુણો સામાન્ય વચનમાં ક્યારેય હોતા નથી. એ કથનનો ફલિતાર્થ બતાવતાં ગ્રંથકાર કહે છે – ગાથા : ता एवं सण्णाओ ण बुहेणऽट्ठाणठावणाए उ। सइ लहुओ कायव्वो चासप्पंचासणाएणं ॥१२९७॥ અન્વયાર્થ : તાકતે કારણથી જે કારણથી પૂર્વગાથામાં કહ્યું કે જે રીતે રત્નના ગુણો અરત્નમાં ક્યારેય પણ હોતા નથી એ રીતે વચનાંતરના ગુણો સામાન્ય વચનમાં ક્યારેય પણ હોતા નથી તે કારણથી, પર્વ આ રીતેeગાથા ૧૨૨૯માં કહેલ કે દ્રવ્યસ્તવીય હિંસા દોષકારી ન હોય તો વેદવિહિત એવી યાગીય હિંસા પણ દોષકારી નથી એમ માનવું પડશે એ રીતે, રાસપંચાસUTIgui=ચાશ-પંચાશના ન્યાયથી કાપવિવUTI-અસ્થાનસ્થાપના વડે વહેTIબુધ પુરુષે સફેં સદા સUVIો સથાય નટુમો લઘુર્ક ા ાયવ્ય કરવો જોઈએ નહીં. * T' પાદપૂર્તિમાં છે. ગાથાર્થ : પૂર્વગાથામાં કહ્યું કે જે રીતે રત્નના ગુણો અરત્નમાં ક્યારેય પણ હોતા નથી, એ રીતે વચનાંતરના ગુણો સામાન્ય વચનમાં ક્યારેય પણ હોતા નથી. તે કારણથી ગાથા ૧૨૨ભાં કહેલ કે દ્રવ્યસ્તવીયા હિંસાને અદોષકારી માનો તો ચાગીય હિંસાને પણ અદોષકારી માનવી પડશે, એ રીતે ચાશ-પંચાશના ન્યાયથી અસ્થાનસ્થાપના વડે બુધ પુરુષે સદા સન્યાય લઘુ કરવો જોઈએ નહીં. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354