Book Title: Panchvastuk Prakaran Part 06
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 339
________________ ૩૨૦ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક/ “ગણાનુજ્ઞા' દ્વાર / ગાથા ૧૩૫૩-૧૩૫૪ ગણધર મોડું મૂકાવે છે=શરણે આવેલા સાધુ આદિને ભવના દુઃખોથી છોડાવે છે. ગાથાર્થ : સંસારના સુખમાં અપ્રતિબદ્ધ, મોક્ષના સુખમાં પ્રતિબદ્ધ, પરનું હિત કરવામાં નિત્ય ઉધુક્ત, અપ્રમત્ત એવા ગણધર શરણે આવેલા સાધુ આદિને ભવના દુઃખોથી છોડાવે છે. ટીકા : ___ मोचयति चाऽप्रमत्तः सन् परहितकरणे नित्योद्युक्तो य इति, भवसौख्याप्रतिबद्धो-निःस्पृहः, प्रतिबद्धो मोक्षसौख्ये, नाऽन्यत्रेति गाथार्थः ॥१३५३॥ ટીકાર્ય : અને ભવના સૌખ્યમાં અપ્રતિબદ્ધ=નિઃસ્પૃહ, મોક્ષના સૌખ્યમાં પ્રતિબદ્ધ, અન્યત્ર નહીં=મોક્ષના સુખથી બીજા કોઈ સ્થાને પ્રતિબદ્ધ નહીં એવા, પરનું હિત કરવામાં નિત્ય ઉઘુક્ત, અપ્રમત્ત છતા જે છે=જે ગણધર છે, મૂકાવે છે–તે ગણધર શરણે આવેલા સાધુ આદિને ભવના દુઃખોથી છોડાવે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : જે ગણધર અપ્રમાદી હોય, અન્ય જીવોનું હિત કરવામાં હંમેશાં ઉદ્યમશીલ હોય, વળી જેઓ સંસારના સુખમાં પ્રતિબંધ વગરના હોય અર્થાત્ સાંસારિક સુખોમાં સર્વથા સ્પૃહા વગરના હોય, અને મોક્ષના સુખમાં પ્રતિબંધવાળા હોય અર્થાત્ જેઓનું ચિત્ત સર્વથા સંગ વગરના મોક્ષમાં પ્રતિબદ્ધ હોય, મોક્ષ સિવાય બીજે ક્યાંય જેઓનું ચિત્ત પ્રતિબદ્ધ ન હોય; તેવા ગણધર શાસ્ત્રોના પારમાર્થિક બોધવાળા હોવાને કારણે શરણે આવેલા સાધુ-સાધ્વીઓને ભાવરોગથી મુક્ત કરાવી શકે છે. માટે તારે પણ આ સાધુઓને અત્યંત અપ્રમાદપૂર્વક મોક્ષમાર્ગમાં પ્રવર્તાવવા જોઈએ. આ પ્રકારની અનુશાસ્તિ મૂલ ગુરુ નવા ગણધર આચાર્યને આપે છે. ૧૩પ૭ll ગાથા : ता एरिसो च्चिअ तुमं तह वि अ भणिओऽसि समयणीईए । णिअयावत्थासरिसं भवया णिच्चं पि, कायव्वं ॥१३५४॥ અન્વયાર્થ: તાકતે કારણથી રિસો ઉચ્ચ આવા પ્રકારનો જ પૂર્વગાથામાં ગણધરના ગુણો બતાવ્યા એવા પ્રકારનો જ, તુરં તું છે, તદ વિ =અને તોપણ સમય -સમયની નીતિથી માસિકનું કહેવાયો છે. વિયા તારે જયાવસ્થારિસંનિજક અવસ્થા દશ ચિં પિકનિત્ય પણ વાયવ્યં કરવું જોઈએ. ગાથાર્થ : તે કારણથી પૂર્વગાથામાં ગણધરના ગુણો બતાવ્યા એવા પ્રકારનો જ તું છે, અને તોપણ સમયની નીતિથી તું કહેવાયો છે. તારે પોતાની અવસ્થાસશ નિત્ય પણ કરવું જોઈએ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354