Book Title: Panchvastuk Prakaran Part 06
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 351
________________ ૩૩૨ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક7 “ગણાનુજ્ઞા' દ્વાર / ગાથા ૧૩૬૩-૧૩૬૪ આ નવા ગણધર ગુરુ, મૂલ ગુરુને સાધુપરિવાર સાથે ભક્તિથી સમ્યક્ વંદન કરે છે. વળી મૂલ આચાર્યને વંદન કર્યા પછી પ્રવેદનમાં અને સમવસરણમાં વિકલ્પ છે અર્થાત્ જેમના સમુદાયમાં જે પ્રકારે આચરિત હોય, તેમના સમુદાયમાં તે પ્રકારે પ્રવેદન અને સમવસરણ કરવાની વિધિ છે, નિયત કોઈ વિધિ નથી. ./૧૩૬૩ અવતરણિકા : ગણની અનુજ્ઞા સ્વીકારીને ગણધરપદ પર સ્થાપિત થયેલા નવા ગણધર આચાર્ય ગચ્છનું કઈ રીતે પાલન કરે છે? તે દર્શાવે છે – • ગાથા : अह समयविहाणेणं पालेइ तओ गणं तु मज्झत्थो । णिप्फाएइ अ अण्णे णिअगुणसरिसे पयत्तेणं ॥१३६४॥ અન્વયાર્થ : મર્દ હવે મધ્યસ્થ એવા તો આ નવા ગણધર આચાર્ય, સમવિશ્વાસમયના વિધાનથી= શાસ્ત્રોક્ત વિધિથી, સાપ તુ ગણને જ પાજોડું પાલન કરે છે for3TUTરિ ગ અને નિજગુણસદશ અન્યોને પોતાના ગુણો જેવા ગુણોવાળા અન્ય સાધુઓને, પથvi પ્રયત્નથી નિષ્ઠા, નિષ્પાદન કરે છે. ગાથાર્થ : હવે મધ્યસ્થ એવા નવા ગણધર આચાર્ય શાસ્ત્રોક્ત વિધિથી ગણનું જ પાલન કરે છે અને પોતાના ગુણો જેવા ગુણોવાળા અન્ય સાધુઓને પ્રયતનથી નિષ્પાદન કરે છે. ટીકા : अथ समयविधानेन-सिद्धान्तनीत्या पालयत्यसौ गणमेव शेषकृत्यरहितो मध्यस्थः सन्, निष्पादयति चाऽन्यान् शिष्यान् निजगुणसदृशान्-आत्मतुल्यान् प्रयत्नेन-उद्युक्ततयेति गाथार्थः ॥१३६४॥ ટીકાર્ય : હવે શેષ કૃત્યોથી રહિત મધ્યસ્થ છતા આ=નવા ગણધર આચાર્ય, સમયના વિધાનથી–સિદ્ધાંતની નીતિથી=શાસ્ત્રની મર્યાદાથી, ગણનું જ પાલન કરે છે, અને અન્ય શિષ્યોને બીજા સાધુઓને, પ્રયત્નથી= ઉઘુક્તપણાથી, નિજગુણસદેશ=આત્મતુલ્ય=પોતાના ગુણો જેવા ગુણોવાળા, નિષ્પાદન કરે છે=બનાવે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : મૂલ ગુરુ પાસેથી ગણની અનુજ્ઞા સ્વીકાર્યા પછી નવા ગણધર આચાર્ય શેષ કૃત્યોથી રહિત થઈને, સર્વ સાધુઓ પ્રત્યે સમભાવવાળા થવારૂપ મધ્યસ્થ પરિણામને ધારણ કરીને, શાસ્ત્રમાં કહેવાયેલી વિધિ અનુસાર ગચ્છનું જ પાલન કરે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 349 350 351 352 353 354