Book Title: Panchvastuk Prakaran Part 06
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 353
________________ ૩૩૪ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક /ગાથા ૧૩૬૫ આ ‘અનુયોગ-ગણાનુજ્ઞા' સમાસથી=સંક્ષેપથી, વર્ણવાઈ. આનાથી પર=હવે પછી, ‘સંલેખના’ એ પ્રકારના પાંચમા દ્વારને હું કીર્તન કરીશ=વર્ણન કહીશ, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ: ગીતાર્થ ગુરુ યોગ્ય સાધુને સૂત્રાર્થનું વ્યાખ્યાન કરવારૂપ અનુયોગની અર્થાત્ આચાર્ય પદવીની અને સંપૂર્ણ ગચ્છને મોક્ષમાર્ગમાં સમ્યક્ પ્રવર્તાવવારૂપ ગણની અર્થાત્ ગણધર પદવીની અનુજ્ઞા આપે છે, એ પ્રકારે ગ્રંથકારે ગાથા ૯૩૩થી માંડીને અત્યાર સુધીમાં સંક્ષેપથી વર્ણન કર્યું. હવે ગ્રંથકાર “સંલેખના નામની પાંચમી વસ્તુનું હું કીર્તન કરીશ” એવી પ્રતિજ્ઞા કરે છે. અહીં ‘સમમેળ’ કહ્યું, તેથી એ ફલિત થાય કે અનુયોગ-ગણાનુજ્ઞા નામની ચોથી વસ્તુનું વિસ્તારથી વક્તવ્ય છે, પરંતુ સ્થૂલ બુદ્ધિવાળા યોગ્ય જીવોને બોધ કરાવવા અર્થે ગ્રંથકારે પ્રસ્તુત ગ્રંથમાં અનુયોગગણાનુજ્ઞાનું વિસ્તૃત વર્ણન ન કરતાં સંક્ષેપથી વર્ણન કરેલ છે. ૧૩૬૫|| Jain Education International ॥ ચતુર્થદ્વારમ્ સમાપ્તમ્॥ ॥ ચોથું દ્વાર સમાપ્ત થયું || For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 351 352 353 354