________________
૩૨૪
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક/“ગણાનુજ્ઞા' દ્વાર/ ગાથા ૧૩૫૦-૧૩૫૮ અન્વયાર્થ :
રૂર ઇતરથા=જ્ઞાનરાશિ ગુરુના વચનને પ્રતિકૂળ કરવાથી, પરમગુરૂ સામનો પરમ ગુરુનો આજ્ઞાભંગ નિવિ નિસેવિત રોટ્ટ થાય છે, તમને અને તે થયે છતે પરમ ગુરુની આજ્ઞાભંગ થયે છત, નિગમ-નિયમથી રૂદત્તોમપત્નો ઈહલોક-પરલોક વિના વિફળ હોંતિ થાય છે. ગાથાર્થ :
જ્ઞાનરાશિ ગુરના વચનને પ્રતિકૂળ કરવાથી પરમ ગુરનો આજ્ઞાભંગ સેવાયેલો થાય છે, અને પરમ ગુરુની આજ્ઞાભંગ થયે છતે નિયમથી ઈહલોક અને પરલોક નિષ્ફળ થાય છે. ટીકા : ___ इतरथा-तद्वचनप्रतिकूलनेन परमगुरूणां-तीर्थकृतामाज्ञाभङ्गो निषेवितो भवति, निष्फलौ च भवतः तस्मिन् आज्ञाभने सति नियमादिहलोकपरलोकाविति गाथार्थः ॥१३५७॥ ટીકાર્ય :
ઇતરથા–તેના વચનના પ્રતિકૂલનથી=જ્ઞાનરાશિ ગુરુના વચનને પ્રતિકૂળ કરવાથી, પરમ ગુરુની= તીર્થકરની, આજ્ઞાનો ભંગ સેવાયેલો થાય છે, અને તે=આજ્ઞાભંગ, થયે છતે નિયમથી આ લોક-પરલોક નિષ્ફળ થાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે.
ભાવાર્થ :
ગચ્છના સાધુઓને હિતશિક્ષા આપતાં પૂર્વગાથામાં મૂલ ગુરુએ કહ્યું કે આ જ્ઞાનરાશિ ગુરુના વચનને પ્રતિકૂળ કરવું જોઈએ નહીં. એને જ દઢ કરવા અર્થે કહે છે કે આવા જ્ઞાનરાશિ ગુરુના વચનને પ્રતિકૂળ કરવાથી પરમ ગુરુની આજ્ઞાનો ભંગ સેવાયેલો થાય છે; કેમ કે આ જ્ઞાનરાશિ ગુરુ જે કાંઈ કહેશે તે પરમ ગુરુની આજ્ઞાનું સ્મરણ કરીને જ કહેશે, સ્વમતિથી કહેશે નહીં; અને પરમ ગુરુની આજ્ઞા એ છે કે “જીવમાં જેટલી શક્તિ હોય તે શક્તિને સર્વ ઉદ્યમથી ઉચિત કૃત્યોમાં પ્રવર્તાવવી જોઈએ.” તેથી શક્તિ ન હોય તેવું કૃત્ય કરવાનું વિધાન પરમ ગુરુએ કરેલ નથી, માટે આ ગુરુ પણ તમારી શારીરિકાદિ શક્તિ, ક્ષયોપશમ અને સંયોગોને વિચારીને જે પ્રકારનું કૃત્ય તમારા માટે ઉચિત હોય, તે પ્રકારનું કૃત્ય જ તમને કરવાનું કહેશે; આમ છતાં જો તમે સ્વમતિથી “આ કૃત્ય મારાથી થઈ શકે તેમ નથી” એમ વિચારીને, તેમના વચનને પ્રતિકૂળ વર્તન કરશો તો, પરમ ગુરુની આજ્ઞાનો ભંગ કરશો, અને પરમગુરુની આજ્ઞાનો ભંગ થશે તો, નક્કી તમારી આ લોકમાં કરેલી સંયમની ક્રિયાઓ નિષ્ફળ બનશે અને સદ્ગતિની પ્રાપ્તિ નહીં થવાથી પરલોક પણ નિષ્ફળ બનશે. ll૧૩૫
ગાથા :
ता कुलवहुणाएणं कज्जे निब्भत्थिएहि वि कहिचि । एअस्स पायमूलं आमरणंतं न मोत्तव्वं ॥१३५८॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org