Book Title: Panchvastuk Prakaran Part 06
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 342
________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક/ “ગણાનુજ્ઞા' દ્વાર / ગાથા ૧૩૫-૧૩૫૦ ૩૨૩ ગાથા : ण य पडिकूलेअव्वं वयणं एअस्स नाणरासिस्स । एवं गिहवासचाओ जं सफलो होइ तुम्हाणं ॥१३५६॥ અન્વયાર્થ : ના રસિયા મિર્સ અને જ્ઞાનરાશિ એવા આના=જ્ઞાનના સમુદાય એવા આ ગણધરના, વયui વચનને પડછન્ને વ્યંગપ્રતિકૂળ કરવું જોઈએ નહીં; i=જે કારણથી વંઆ રીતે=આ ગણધરના વચન પ્રમાણે સર્વ પ્રવૃત્તિ કરવામાં આવે એ રીતે, તુફાdi=તમારો દિવાસો ગૃહવાસનો ત્યાગ સપત્નો સફળ રોટ્ટ થાય છે. ગાથાર્થ : અને જ્ઞાનના સમુદાય એવા આ ગણધરના વચનને પ્રતિકૂળ વર્તવું જોઈએ નહીં; જે કારણથી આ ગણધરના વચન પ્રમાણે સર્વ પ્રવૃત્તિ કુરવામાં આવે એ રીતે તમારો ગૃહવાસનો ત્યાગ સફળ થાય છે. ટીકાઃ न च प्रतिकूलयितव्यमशक्त्या वचनमेतस्य ज्ञानराशेः गुरोः, एवं गृहवासत्यागः प्रव्रज्यया यत् सफलो भवति युष्माकम् आज्ञाराधनेनेति गाथार्थः ॥१३५६॥ ટીકાર્યઃ અને જ્ઞાનના રાશિ એવા આ ગુરુના=જ્ઞાનના સમુદાય એવા આ ગણધરરૂપ ગુરુના, વચનને અશક્તિથી–ગુરુ કહે છે તેવી પ્રવૃત્તિ કરવાની મારામાં શક્તિ નથી એ પ્રકારના વિચારરૂપ અશક્તિથી, પ્રતિકૂળ કરવું જોઈએ નહીં; જે કારણથી આ રીતેeગણધર ગુરુના વચનને અનુકૂળ સર્વ પ્રવૃત્તિ કરવામાં આવે. એ રીતે, તમારો પ્રવ્રજ્યા દ્વારા ગૃહવાસનો ત્યાગ આજ્ઞાના આરાધનથી સફળ થાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : ગચ્છના સાધુઓને અનુશાસ્તિ આપતાં મૂલ ગુરુ કહે છે કે આ તમારા ગણધર ગુરુ જ્ઞાનના ભંડાર છે, તેથી તેઓ તમારી શક્તિનું સમાલોચન કરીને તમારા આત્માનું હિત થાય તે રીતે જ પ્રવૃત્તિ કરવાનું તમને કહેશે, માટે તમે તેઓએ કહેલ કાર્ય કરવાની મારી શક્તિ નથી એમ વિચારીને, આ જ્ઞાનરાશિ ગુરુના વચનથી પ્રતિકૂળ કરશો નહીં; કેમ કે તમે પ્રવ્રજ્યાનો સ્વીકાર કરવા દ્વારા જે ગૃહવાસનો ત્યાગ કર્યો છે, તે ભગવાનની આજ્ઞાની આરાધના કરવાથી સફળ થાય છે, અને આ જ્ઞાનરાશિ ગુરુ તમને જે કાંઈ કહેશે તે ભગવાનના વચન અનુસાર જ હશે, તેથી તેમના વચનને અનુકૂળ પ્રવૃત્તિ કરવાથી ભગવાનની આજ્ઞાની આરાધના થશે. ||૧૩પ૬II ગાથા : इहरा परमगुरूणं आणाभंगो निसेविओ होइ । विहला य होंति तम्मी निअमा इहलोअपरलोआ ॥१३५७॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354