Book Title: Panchvastuk Prakaran Part 06
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 344
________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક/ “ગણાનુજ્ઞા' દ્વાર / ગાથા ૧૩૫૮ ૩૨૫ અન્વયાર્થ : તાકતે કારણથી=પૂર્વગાથામાં કહ્યું એમ છે તે કારણથી, ન્ને કાર્યમાં ઋરિંદ્રિકોઈક રીતે નિમ્મસ્જિદ વિ-નિર્ભત્સિતોએ પણ=ગુરુ દ્વારા નિર્ભર્જના કરાયેલા સાધુઓએ પણ, પુરૂ પાયમૂત્ન=આનું પાદમૂલ= જ્ઞાનરાશિ ગુરુનું સામીપ્ય, નવદુIUકુલવધૂના જ્ઞાતથી કામરપતં-આમરણાંત મોત્તવૃં મૂકવું જોઈએ નહીં. ગાથાર્થ : પૂર્વગાથામાં કહ્યું એમ છે તે કારણથી કાર્યમાં કોઈક રીતે ગુરુ દ્વારા નિર્ભર્જના કરાયેલા સાધુઓએ પણ જ્ઞાનરાશિ ગુરુનું સામીપ્ય કુલવધૂના દતથી મરણ સુધી મૂકવું જોઈએ નહીં ટીકા? ___ तत्कुलवधूज्ञातेन-उदाहरणेन कार्ये निर्भत्सितैरपि सद्भिः कथञ्चिदेतस्य-गुरोः पदोर्मूलंसमीपमामरणान्तं न मोक्तव्यं सर्वकालमिति गाथार्थः ॥१३५८॥ ટીકાર્ય : તે કારણથી જ્ઞાનરાશિ ગુરુના વચનને પ્રતિકૂળ કરવાથી તીર્થંકરની આજ્ઞાનો ભંગ થાય છે અને આજ્ઞાનો ભંગ થવાથી આ લોક અને પરલોક નિષ્ફળ થાય છે તે કારણથી, કાર્યમાં કોઈક રીતે નિર્ભત્સિત છતાઓએ પણ=ગુરુ દ્વારા નિર્ભર્જના કરાયેલા એવા સાધુઓએ પણ, આનાકગુરુના, પદનું મૂલ=સમીપ=જ્ઞાનરાશિ એવા ગણધર ગુરુના ચરણોનું સામીપ્ય, કુલવધૂના જ્ઞાતથી=ઉદાહરણથી, આમરણાંત=સર્વ કાળ, મૂકવું જોઈએ નહિ, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : ગચ્છના સાધુઓને હિતશિક્ષા આપતાં અંતે મૂલ ગુરુ કહે છે કે આ ગણધર ગુરુના વચનને પ્રતિકૂળ વર્તવાથી તીર્થકરની આજ્ઞાનો ભંગ થવાને કારણે આ લોક-પરલોક નિષ્ફળ થાય છે, તે કારણથી કોઈ કાર્યમાં ક્ષતિ થવાથી આ ગુરુ તમારી નિર્ભર્જના કરે અર્થાત્ તે ક્ષતિનો સખત ઠપકો આપે, તોપણ તમારે આ ગુરુનું સામીપ્ય ક્યારેય છોડવું જોઈએ નહીં. જેમ કોઈ કુલવધુ પ્રમાદને વશ થઈને કુલની મર્યાદાથી વિરુદ્ધ પ્રવૃત્તિ કરે અને તેને વડીલો સખત ઠપકો આપે, તોપણ તે કુલવધૂને તે ઠપકો પ્રીતિરૂપ લાગે છે; કેમ કે તે જાણતી હોય છે કે “મારે કુળની મર્યાદાનું ઉલ્લંઘન કરવું ઉચિત નથી, છતાં મેં જે કુળની મર્યાદાથી વિરુદ્ધ પ્રવૃત્તિ કરી છે, તેનો ઠપકો આપીને આ વડીલોએ મારું અકૃત્યથી રક્ષણ કર્યું છે.” તેમ ગણધર ગુરુ ભગવાનના કુળની મર્યાદા પ્રમાણે પ્રવૃત્તિ કરનારા સાધુઓને ક્યારેય ઠપકો આપતા નથી, પરંતુ ભગવાનના કુળની મર્યાદાથી વિરુદ્ધ કાર્ય કર્યું હોય, તો જ તે સાધુઓનું હિત કરવા માટે તેઓ ઠપકો આપે છે. માટે ગુરુએ કરેલ તે નિર્ભર્સનાથી દુઃખી થયા વગર તમારે પણ મરણ સુધી આ ગુરુની સેવા કરવી જોઈએ, પરંતુ ક્યારેય આવા જ્ઞાનરાશિ ગુરુનો ત્યાગ કરવો જોઈએ નહીં. ll૧૩૫૮ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354