Book Title: Panchvastuk Prakaran Part 06
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 341
________________ ૩૨૨ ગાથા: અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / ‘ગણાનુજ્ઞા' દ્વાર | ગાથા ૧૩૫૫ भेहिं पिन एसो संसाराडविमहाकडिल्लंमि । सिद्धिपुरसत्थवाहो जत्तेण खणं पि मोत्तव्वो ॥१३५५॥ અન્વયાર્થઃ તુજ્મેર્દિ પિતમારા વડે પણ=ગચ્છના સાધુઓ વડે પણ, સંસારાઽવિમહાડિમિ=સંસારરૂપી અટવીના મહાગહનમાં સિદ્ધિપુરસત્થવાહો-સિદ્ધિરૂપી પુરના સાર્થવાહ એવા સો આ=ગણધર, ખત્તેયત્નથી ઘુળ પિ-ક્ષણ પણ ન મોત્તો-મૂકવા યોગ્ય નથી. ગાથાર્થ: તમારા વડે પણ સંસારરૂપી અટવીના મહાગહનમાં સિદ્ધિરૂપી નગરના સાર્થવાહ એવા ગણધર યત્નથી ક્ષણ પણ મૂકવા યોગ્ય નથી. ટીકા युष्माभिरपि नैष गुरुः संसाराटवीमहाकडिल्ले - महागहने सिद्धिपुरसार्थवाहः, तत्राऽनपायनयनाद्, यत्नेन क्षणमपि मोक्तव्यो नेति वर्त्तत इति गाथार्थः || १३५५ ॥ ટીકાર્થ તમારા વડે પણ=ગચ્છના સાધુઓ વડે પણ, ત્યાં અનપાયથી નયન હોવાથી=સિદ્ધિરૂપી નગરમાં વિઘ્ન વગર લઈ જનારા હોવાથી, સંસારરૂપી અટવીના મહાગહનમાં=મહાસંકટમાં, સિદ્ધિરૂપી નગરના સાર્થવાહ એવા આ ગુરુ=નવા ગણધરરૂપ ગુરુ, યત્નથી ક્ષણ પણ મૂકવા યોગ્ય નથી. ‘7' એ પ્રકારે વર્તે છે=ગાથાના પ્રથમ પાદમાં રહેલ ‘7' ગાથાના ચોથા પાદમાં ‘મોત્તો' સાથે અનુવર્તન પામે છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. Jain Education International ભાવાર્થ: ગચ્છના સાધુઓને અનુશાસન આપતાં મૂલ ગુરુ કહે છે કે આ સંસારરૂપી અટવી મહાસંકટવાળી છે. જેવી રીતે કોઈક નગરમાં જવાની ઇચ્છાવાળો પુરુષ સાર્થવાહ સાથે હોય, તો ગહન અટવીથી પાર ઊતરી શકે છે, તેવી રીતે મોક્ષરૂપી નગરમાં જવાની ઇચ્છાવાળા સાધુને આ ગણધર સંસારરૂપી મહાગહન અટવીથી પાર ઉતારે તેવા છે; કેમ કે તેઓ ભગવાનના વચનના પરમાર્થને જાણનારા હોવાથી મોક્ષરૂપી નગરે જવાના અર્થી જીવોને સિદ્ધિપુરમાં વિઘ્નરહિત લઈ જવા માટે સમર્થ છે. માટે તમારે પણ આ મહાત્મા ગણધરને યત્નથી એક ક્ષણ પણ મૂકવા જોઈએ નહીં, અર્થાત્ તમે સંયમજીવનની જે કાંઈ પ્રવૃત્તિ કરો તે સર્વ, આ ગણધરની અનુજ્ઞાથી જ કરજો, જેથી તમારી તે પ્રવૃત્તિ સર્વજ્ઞવચનાનુસાર થશે, અને ગહન પણ સંસારઅટવીનો તમે સુખે સુખે પાર પામી શકશો. ll૧૩૫૫ For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354