Book Title: Panchvastuk Prakaran Part 06
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 269
________________ ૨૫૦ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક/અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા / ગાથા ૧૨૫-૧૨૯૬ કરે છે અને શિષ્યો તે અર્થાનુસારે જે પ્રવૃત્તિ કરે છે એ સર્વ, ન્યાયથી અસંભવતા રૂપવાળું છે=સંભવી ન શકે તેવા સ્વરૂપવાળું છે; તે કારણથી ઇતરવચનથી સિદ્ધ=સરૂપવચનથી સિદ્ધ સર્વજ્ઞવચનથી સિદ્ધ, એવી હિંસાઅદોષાદિ વસ્તુ=દ્રવ્યસ્તવીય હિંસામાં પ્રાપ્ત થતો અદોષ આદિ વસ્તુ, તેનાથી વેદવચનથી, કઈ રીતે સિદ્ધ થાય?કયાગીય હિંસામાં અદોષાદિ કઈ રીતે સિદ્ધ થાય? એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : ગાથા ૧૨૨૯માં પૂર્વપક્ષીએ શંકા કરેલ કે દ્રવ્યસ્તવના વિધાનમાં ધર્મ માટે કરાતી પણ હિંસા દોષકારી નથી, તો યાગના વિધાનમાં કરાતી વેદવિહિત હિંસાને દોષકારી કઈ રીતે કહી શકાય ? અર્થાતુ ન જ કહી શકાય. આ કથનને સામે રાખીને ગ્રંથકારે અત્યાર સુધી વેદવચન પ્રમાણ કેમ નથી? તેમાં યુક્તિઓ આપી. હવે કહે છે કે જે કારણથી વેદવચનમાં આગમાદિ સર્વ ન્યાયથી અસંભવતા સ્વરૂપવાળું છે અર્થાતુ વૈદિક આચાર્ય શિષ્યો આગળ વેદવચનના અર્થનું જે વ્યાખ્યાન કરે છે કે, “યજ્ઞ કરવાથી સ્વર્ગ પ્રાપ્ત થાય છે ઇત્યાદિ કથન અસંભવતા સ્વરૂપવાળું છે; વળી તે અર્થ અનુસાર શિષ્યો જે પ્રવૃત્તિ કરે છે, તે પણ અસંભવતા સ્વરૂપવાળી છે. તે કારણથી સર્વજ્ઞવચનથી સિદ્ધ એવી દ્રવ્યસ્તવીય હિંસા દોષકારી નથી, એના દ્વારા વેદવચનથી આચરાતી એવી યાગીય હિંસા દોષકારી નથી, એમ કઈ રીતે સિદ્ધ થાય? અર્થાત્ સિદ્ધ ન જ થાય; કેમ કે સર્વજ્ઞવચન સંભવતા સ્વરૂપવાળું છે, જ્યારે વેદવચન અસંભવતા સ્વરૂપવાળું છે. માટે સંભવતા સ્વરૂપવાળા વચનથી સિદ્ધ થયેલ વસ્તુ અસંભવતા સ્વરૂપવાળા વચનથી કઈ રીતે સિદ્ધ થઈ શકે? 'અહીં “ઇતરવચનસિદ્ધનો અર્થ “સકૂપવચનસિદ્ધ' કર્યો, તેથી એ પ્રાપ્ત થાય કે સર્વજ્ઞ કેવલજ્ઞાનમાં પ્રત્યક્ષ જોઈને જે પદાર્થો કહ્યા, તે પદાર્થને કહેનારું વચન સરૂપવચન છે, અને દ્રવ્યસ્તવીય હિંસામાં અદોષાદિ તે સરૂપવચનથી સિદ્ધ છે, જ્યારે વેદવચનનું વ્યાખ્યાન કરનારા વૈદિક આચાર્યને પોતાને જ નિર્ણય થયેલો નથી કે, આ યજ્ઞથી સ્વર્ગ પ્રાપ્ત થશે કે નહિ? ફક્ત તેઓ વેદવચનને અવલંબીને તે પ્રકારે કહે છે. તેથી વૈદિક આચાર્યનું તે વચન સંભવી ન શકે તેવા સ્વરૂપવાળું છે. આથી તેવા અસંભવતા સ્વરૂપવાળા વચનથી પ્રાપ્ત થતા અર્થને પરલોકની પ્રવૃત્તિમાં પ્રમાણ સ્વીકારી શકાય નહીં. ll૧૨૯૫ અવતરણિકા : પૂર્વગાથામાં કહ્યું કે સરૂપવચનથી સિદ્ધ વસ્તુ વેદવચનથી સિદ્ધ થઈ શકે નહિ, તે કથનને દષ્ટાંતથી પુષ્ટ કરે છે – ગાથા : ण हि रयणगुणाऽरयणे कदाचिदवि होंति उवलसाधम्मा । एवं वयणंतरगुणा ण होंति सामण्णवयणम्मि ॥१२९६॥ અન્વયાર્થ : રથU/TVT=રત્નના ગુણો ૩વનસાથમાઉપલના સાધર્મથી મરથ અરત્નમાં વિવિ-ક્યારેય પણ નહિ હૉતિ નથી જ થતા, પર્વ એ રીતે વયપતર!UIકવચનાંતરના ગુણો સામાવયમ સામાન્ય વચનમાં હૉતિ થતા નથી. Jain Education International For Personal & Private Use Only www.jalnelibrary.org

Loading...

Page Navigation
1 ... 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354